મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં ક્યારેક સરકારી અધિકારીઓ તો ક્યારેક મંત્રીઓ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ને લઈને કોઈને કોઈ નિવેદન આપી રહ્યા છે. સોમવારે મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એક મીડિયા કર્મી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે જાે મધ્ય પ્રદેશમાં રહેતા કાશ્મીરી પંડિત ભાઈઓ અને બહેનો કાશ્મીર પાછા જવા માંગતા હોય તો તેમણે ગૃહ વિભાગને જાણ કરવી જાેઈએ. તેમના પરત આવવાની ખાતરી કરવા સાથે સરકાર તેમને કાશ્મીર મોકલવાની વ્યવસ્થા પણ કરશે. ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખા , જેમણે કહ્યું હતું કે તેમણે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જાેઈ નથી, તેઓને મધ્યપ્રદેશમાં રહેતા કાશ્મીરી પંડિતોની યાદી આપવા વિનંતી છે, કે જેઓ કાશ્મીર પાછા જવા માગે છે. આ અંગે નરોત્તમ મિશ્રાએ પણ ટ્વીટ કર્યું છે. આ સાથે તેણે આ ટ્વીટમાં વિવેક તન્ખાને પણ ટેગ કર્યા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે કાશ્મીરી વિસ્થાપિતો સાથે છે. જાે તેઓ અહીંથી કાશ્મીર પરત જવા માંગે છે તો સરકાર તેમની સંપૂર્ણ મદદ કરશે. તેઓ કાશ્મીર પહોંચે ત્યાં સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવશે અને સરકાર તરફથી તેઓ જે પણ મદદ ઈચ્છે છે તે આપવામાં આવશે. આ મામલે કોઈ રાજનીતિ ન થવી જાેઈએ. આ માનવ સેવા અને લાગણીની વાત છે, આ માટે દરેકે હકારાત્મક અભિગમ રાખવો જાેઈએ. તાજેતરમાં જ વિવેક તન્ખાએ રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર વિનિયોગ બિલ ૨૦૨૨ અને જમ્મુ અને કાશ્મીર વિનિયોગ બિલ પર ચર્ચામાં બાગ લીધો હતો. આ સાથે તેમણે જમ્મુ-કાશ્મીરના સર્વશ્રેષ્ઠ વિકાસ અને ઉત્થાન માટે સરકારને સૂચનો પણ આપ્યા અને કહ્યું કે કાશ્મીરની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. સરકારી અધિકારીઓ ક્યાં સુધી કાશ્મીર ચલાવશે? લોકતાંત્રિક સરકારની કાશ્મીરમાં જરૂર છે.