સુરત
સુરતના ધોરણ-૧૦ના ૮૯૧૭૮, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૪૪૩૪૫, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧૨૧૭૧ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના રિપિટર ૧૧૪૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ કહ્યું હતું કે પરીક્ષા સ્થળોની આસપાસ કલમ-૧૪૪ લાગુ પડશે, પરીક્ષા સ્થળોની આસપાસની ઝેરોક્ષોની દુકાન બંધ રાખવામાં આવી છે.પરીક્ષા સ્થળોની આસપાસની લાઉડ સ્પિકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.પરીક્ષા સ્થળો પર મોબાઇલ ફોન જેવા સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ કરી શકાશે નહીં, ઓખળ કાર્ડ વિના પરીક્ષા સ્થળ પર કોઈને પણ પ્રવેશ અપાતો નથી. પરીક્ષાના પહેલા દિવસ વિદ્યાર્થીઓને ગોળ ધાણા-પુષ્પ વડે પરીક્ષા કેન્દ્રો પર સ્વાગત કરાયા છે. વિદ્યાર્થીઓમાં બોર્ડની એક્ઝામનો ડર ન રહે તેમજ શાંત અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે તે માટે શહેરના મેયર દ્વારા સંદેશો પાઠવાયો હતો. મેયર હેમાલી બોઘાવાલા વિદ્યાર્થીઓના ઘરે પણ ગયા હતા અને તેમનો ઉત્સાહ વધારવાની સાથે સાથે ખોટા માનસિક તાણ વગર શાંત ચિત્તે પરીક્ષા આપવા માટે અનુરોધ કર્યો હતો. વર્ષ દરમિયાનની મારી તૈયારી ખૂબ જ સારી છે. ગઈ વખતે માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. આ શિક્ષણ માટેનું ખૂબ જ મહત્વનું વર્ષ છે. તૈયારી કરવામાં કોઇ કસર રાખી નથી. પરંતુ સારી બાબત એ છે કે, અમારા શિક્ષકો અને મારા માતા-પિતાએ કહ્યું છે કે, કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. જેટલી તૈયારી કરી છે અને જેટલો આવડે છે. તેને યોગ્ય રીતે પેપરમાં લખવાની સલાહ આપી છે. હું એ જ રીતે આપનો વિશ્વાસુ સાથે પરીક્ષા આપવા જઇ રહ્યો છું. અને બધા વિદ્યાર્થીઓ પણ એ જ રીતે પરીક્ષા આપશે એવી મને આશા છે.સુરતમાં કોરોનાકાળ બાદ પ્રથમવાર શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ની સાથે ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો ઓફલાઈન પ્રારંભ થયો છે. સુરતના ધોરણ-૧૦ અને ૧૨ના ૧.૪૭ લાખ વિદ્યાર્થી પરીક્ષાર્થીઓ છે. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર તિલક કરવાની સાથે હાથમાં સેનિટાઈઝરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો દ્વારા કોઈ અગવડતા ન પડે તે માટેની પણ તકેદારી રાખવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્ર પાસે ટ્રાફિક જામ ધોરણ ૧૦ની પરીક્ષા શરૂ થતાની સાથે જ એલ.પી. સવાણી પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓ એકઠા થયા હતાં. વાહનો લઈને આવેલા વાલીઓના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. કોઈ જ પ્રકારનું ટ્રાફિક મેનેજમેન્ટ પરીક્ષા કેન્દ્ર આસપાસ ન થતાં પરીક્ષાર્થીઓની સાથે સાથે સ્થાનિકો પણ પરેશાન થયા હતાં.બાળકો પણ આવી ભીડ જાેઈને ગભરાઈ ગયા હતા…બોર્ડ એક્ઝામના પહેલા દિવસે જ નવી સ્કૂલમાં એક્ઝામ આપવા જતા બાળક માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય એટલી હદે અફરતફરીનો માહોલ હતો.


