નવીદિલ્હી
બેંગ્લોર ટીમના નવા સુકાની ફાફ ડુ પ્લેસિસે આઇપીએલ ૨૦૨૨ની પહેલી જ મેચમાં પંજાબ કિંગ્સ સામે પોતાની બેટિંગના દમ પર ઘણા રેકોર્ડ બનાવ્યા. ડુ પ્લેસિસે આ મેચમાં ૫૭ બોલનો સામનો કર્યો હતો અને ૭ છગ્ગા અને ૩ છોગ્ગાની મદદથી ૮૮ રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સ બાદ તે સુકાની તરીકે ડેબ્યૂ મેચમાં બેંગ્લોર ટીમ માટે અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આ પહેલા વિરાટ કોહલી સહિત બેંગ્લોર ટીમના કોઈ સુકાનીએ પોતાની ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી ન હતી. આઇપીએલ ૨૦૨૨ ની પ્રથમ ઇનિંગ્સમાં સુકાની તરીકે સૌથી મોટી ઇનિંગ રમવાના મામલે ફાફ ડુ પ્લેસિસ ચોથા નંબર પર આવ્યો હતો. તેણે કીરોન પોલાર્ડનો રેકોર્ડ તોડી તેને પાંચમા સ્થાને ધકેલી દીધો. ૧૧૯ રનઃ સંજુ સેમસન ૯૯ રનઃ મયંક અગ્રવાલ ૯૩ રનઃ શ્રેયસ અય્યર ૮૮ રનઃ ફાફ ડુ પ્લેસિસ ૮૩ રનઃ કેરોન પોલાર્ડ ડુ પ્લેસિસે પંજાબ સામે ૮૮ રનની ઇનિંગના આધારે આઇપીએલમાં પોતાના ૩૦૦૦ રન પૂરા કર્યા. તેણે ૯૪ ઇનિંગ્સમાં આ ૩ હજાર રન પૂરા કર્યા અને ડેવિડ વોર્નરની બરાબરી કરીને સંયુક્ત રીતે ત્રીજા નંબરે આવ્યો. આઇપિએલમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૩૦૦૦ રન પૂરા કરવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. તેણે ૭૫ ઇનિંગ્સમાં આ સિદ્ધી મેળવી હતી. જ્યારે કેએલ રાહુલ બીજા નંબર પર છે. ૭૫ ઇનિંગઃ ક્રિસ ગેલ ૮૦ ઇનિંગઃ લોકેશ રાહુલ ૯૪ ઇનિંગઃ ફાફ ડુ પ્લેસિસ ૯૪ ઇનિંગઃ ડેવિડ વોર્નર ૧૦૩ ઇનિંગઃ સુરેશ રૈના ૧૦૪ ઇનિંગઃ એબી ડિવિલિયર્સ ૧૦૪ ઇનિંગઃ અજિંક્ય રહાણે


