GEB PGVCLવીજ કંપનીના ફોલ્ટની ફરીયાદનુ કોલ સેન્ટર વિરપુર ખાતે ફરી પાછુ ચાલુ કરાવતા મંત્રીશ્રી જયેશ રાદડીયા…
વિરપુર(જલારામ)ખાતે કાર્યરત વિજ કંપનીનુ ફરીયાદ કોલ સેન્ટર કોઈ કારણોસર ગોંડલ ખાતે ફેરવાતા વિરપુર તેમજ આજુબાજુના ૧૦ જેટલા ગામડાઓના વિજ કંપનીના ગ્રાહકો તેમજ ખેતીવાડીના વિજ કનેક્શન ધરાવતા ખેડુતભાઈઓને વિજળી ને લગતી ફરીયાદ માટે ગોંડલ કોલ કરવામા અગવડતા પડે તેમ હોય જેના માટે વિરપુર અને આજુબાજુના ગામડાઓના આગેવાનો દ્વારા મંત્રીશ્રી જયેશ રાદડીયાને રજુઆત કરતા તાત્કાલિક અસરથી વિજ ફોલ્ટ ફરીયાદ માટેનુ કોલ સેન્ટર ફરી પાછુ આવતા સોમવાર ને તા.૨૯/૬/૨૦ થી વિરપુર ખાતે કાર્યરત કરવામાં આવશે એવી સુચના કિશાન નેતાશ્રી જયેશ રાદડીયાએ આપેલ છે.


