Gujarat

બાંટવામાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ની જન્મ જયંતી ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

આગામી તારીખ ૨/૪/૨૦૨૨ ને શનિવારના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવ એવા ભગવાન શ્રી ઝુલેલાલ જન્મજયંતી ની સમગ્ર દેશમાં સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે છેલા ૨ વર્ષથી કોરોના કાળના હિસાબે ચેટિચંદની ઉજવણી કરવામાં આવેલ નોહતી હાલ કોરોનામાં તેમજ સરકારશ્રી દ્વારા નિયમોમાં છુટછાટ અપાતા સમગ્ર દેશમાં સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેના અંતર્ગત માણાવદર તાલુકાના બાંટવા ગામમાં પણ ૨ વર્ષ પછી ચેટિચાંદની ભવ્ય ઉજવણી કરવાનું બાંટવા સમસ્ત સિંધી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ છે આ દિવસે સવારે ૫ વાગે જુલેલાલ મંદિર તળાવ માં અને સવારે ૬ વાગે જુલેલાળ મંદિર મોટા ઝાંપામાં ભગવાન ઝુલેલાલ સાહેબના જન્મદિવસની કેક કાપીને આરતી અને પ્રસાદ્દી આપી ઉજવણી કરવામાં આવશે ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર ઝુલેલાલ સાહેબની પાલકી તેમજ જુદા જુદા ટ્રેક્ટરમાં આકર્ષક ફ્લોટ કાઢવામાં આવશે અને જુદાજુદા સેવાભાવી સંસ્થા અને લોકો દ્વારા પ્રસાદી સરબત ના સ્ટોલ રાખવાના આવશે અને બપોરે પટેલ બોર્ડિંગમાં સમસ્ત સિંધી સમાજ અને અન્ય સમાજ માટે જમણવાર પણ રાખવામાં આવેલ છે આ તહેવાર ઉજવા માટે સમસ્ત સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ છે અને યુવાનો દ્વારા ચેટીચાંદની ઉજવણીની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20220329_154047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *