International

ઉત્તર કોરિયા વધુ શક્તિશાળી હથિયારો વિકસાવશે ઃ કિમ જાેંગ

ઉતરકોરીયા
ઉત્તર કોરિયાએ ચાર વર્ષથી વધુ વર્ષોમાં પ્રથમ વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે. જે બાદ કિમ જાેંગ ઉન દ્વારા હુમલાના વધુ શક્તિશાળી માધ્યમો વિકસાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ નિવેદન પરથી એવું લાગે છે કે, ઉત્તર કોરિયા તેના શસ્ત્રાગારને આધુનિક બનાવવા અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેનના વહીવટીતંત્ર પર દબાણ કરવા માટે ટૂંક સમયમાં વધુ હથિયારોનું પરીક્ષણ કરી શકે છે અથવા અન્ય પરમાણુ સંબંધિત પરીક્ષણ કરી શકે છે. ઉત્તર કોરિયાએ સમુદ્રમાં ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલપરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર સમિતિ, કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી એ અહેવાલ આપ્યો છે કે ૐુટ્ઠર્જીહખ્ત-૧૭ ૬,૨૪૮ કિલોમીટર (૩,૮૮૦ દ્બૈ)ની મહત્તમ ઊંચાઈએ પહોંચ્યું હતું અને ઉત્તર કોરિયા અને જાપાન વચ્ચેના સમુદ્રમાં પડતાં પહેલાં ૬૭ મિનિટ વિતાવી હતી. ૧,૦૯૦ કિમી (૬૮૦ માઇલ)નું અંતર કાપ્યું. નિષ્ણાતોનું કહેવું છે કે, આ મિસાઈલ અમેરિકન મેઈનલેન્ડ સુધી પહોંચી શકે છે. તેઓ કહે છે કે, જાે મિસાઈલને એક ટનથી ઓછા વજનના વોરહેડ સાથે સામાન્ય માર્ગ પર છોડવામાં આવે તો તે ૧૫,૦૦૦ કિલોમીટર (૯,૩૨૦ માઈલ) સુધીના લક્ષ્યોને ફટકારી શકે છે. દ્ભઝ્રદ્ગછએ જણાવ્યું હતું કે કિમે ૐુટ્ઠર્જહખ્ત-૧૭ પરીક્ષણમાં સામેલ વૈજ્ઞાનિકો અને અન્ય લોકો સાથે પોઝ આપતાં ખતરાઓનો સામનો કરવા દેશની હુમલાની ક્ષમતાને વધારવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે કિમને ટાંકતા કહ્યું, “જ્યારે કોઈ પ્રચંડ હુમલાની ક્ષમતા અને લશ્કરી દળથી સજ્જ હોય ??જેને કોઈ રોકી ન શકે, તો જ તે યુદ્ધને રોકી શકે છે, દેશની સુરક્ષાની ખાતરી આપી શકે છે અને સામ્રાજ્યવાદીઓ તરફથા બ્લેકમેલ અટકાવી શકે, ખતરો રોકવા માટે લડત આપી શકે છે.” યુ.એસ.માં રાષ્ટ્રપતિ જાે બાઈડેનના વહીવટીતંત્રે કહ્યું કે, ઉત્તર કોરિયા દ્વારા થોડા સમય પહેલા છોડવામાં આવેલી બે મિસાઇલોમાં એક શક્તિશાળી, નવી લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ હતું અને તેઓએ ચેતવણી આપી હતી કે, ટૂંક સમયમાં સંપૂર્ણ ક્ષમતા સાથે પરીક્ષણ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે ૨૦૧૭માં પરિક્ષણ કરવામાં આવેલી ઉત્તર કોરિયાની ૈંઝ્રમ્સ્ મિસાઈલ કરતાં વધુ શક્તિશાળી છે.

North-Korea-Kim-Jong-Un-Intercontinental-Ballistic-Missile-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *