બનાસકાંઠા…..દાંતા
દાંતાના ભેમાલ વિસ્તારમાં આવેલી ક્વોરીઓની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જવવાની ભીતિ
દાંતા તાલુકાના ભેમાલ કોરી વિસ્તાર માં નાના મોટા ડુંગળાઓ આવેલા છે અને આ ડુંગળાઓમાં પથ્થરની ક્વોરીઓ આવેલી છે આ ક્વોરીઓ માંથી પથ્થર, કપચી ,ડસ્ટ અને નાના પથ્થર જેવા અનેક માલ સામાન દુર દુર સુધી મોકલવામાં આવે છે ત્યારે ડમ્પર અને ટ્રક ક્વોરીમાંથી ઓવરલોડ ભરીને કોઈ પણ પ્રકારના પ્રોટેકક્ષન કે અમુક ટ્રકો તો રોયલ્ટી વગર બે ફામ હાઇવે પર દોડી રહી છે ડમ્પરો અને ટ્રક માંથી ઓવરલોડ કપચી ભરેલી હોવા થી રોડ પર ભારે માત્રા માં વેરાય રહી છે કપચી રોડ પર ઢોળાતા નાના મોટા સાધનો ને ખૂબજ મોટું નુકસાન થઇ રહયુ છે ગણીવાર તો ડસ્ટ ભરેલુ ગાડિ માંથી ડસ્ટ ઉડતા વાહન ચાલકો ને વાહન ચલાવવુ ભારે પડિ રહયુ છે અને નાના મોટા તેના કારણે અકસ્માત પણ સર્જાતા જોવા મળેલ હતા જેની નોધ અગાઈ પણ મીડિયા દ્રારા પ્રકાશીત કરવા માં આવેલ હતી પણ હજુ સુધી આ બાબતે તંત્ર દ્રારા કોઈ પણ પ્રકાર ની પાબંધી કે પગલા લેવા માં આવેલ નથી શૂ તંત્ર દ્રારા પ્રજાને પડતી આવી હાલાકી દુર કરવા માં આવશે કે હોતીહે કે ચલતી હો તેવુ ના બને તેમાટે સરકારશ્રી દ્રારા તાત્કાલિક પગલા લઈ પ્રજાને આવી યાતનાઓ માંથી છુટકારો અપાવે તેવી પ્રજામાં માંગ છે
આ ઓવરલોડ ટ્રકો ની કપચી નાના પથરો ડ્રસ્ટ ના કારણે વાહન ચાલકો રોડ આજુબાજુ ના ખેડુતો ની આ ટ્રકોને પ્રેટ્રેકક્ષન સાથે પ્રસાર થવા દેવાની માંગણી ઓ છે જો આબાબતે યોગ્ય પગલા લેવા માં નહિ આવેતો પ્રજા ઉગ્ર આદોલન કરવા ના મુડમાં જણાય છે એવુ લોક મુખે ચર્ચાય છે અને તંત્ર દ્વારા આવી ક્વોરીના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી હતી અને અમુક તો વગર લાયન્શન થી પણ ગણાય વર્ષા થી ધમધમતી કોરી ઓ જોવા મળી હતી અને મીડિયામાં પ્રસિદ્ધ પણ કરવા માં આવ્યું હતું પરંતુ ખાજ ખનિજ ના અને ઉચ્ચ અધિકારી ઓ ઘોર નિદ્રામાં હોય તેવું લોકોના મુખે જાણવા મળ્યું હતું અનેક વાર રજુઆત કરવા છતાં કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી આવા ક્વોરી ના માલિકો અને ઓવરલોડ ભરેલા વાહન ચાલકો સામે લોકોમાં અને નાનામોટા વાહન ચાલકો માં રોષ જોવા મળ્યો હતો …
રિપોર્ટર,,અશ્વિન જાની દાંતા


