Uncategorized

રોજગારવાંચ્છુ ઉમેદવારે ઓનલાઇન ભરતીમેળામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવી લેવું*

*રોજગારવાંચ્છુ ઉમેદવારે ઓનલાઇન ભરતીમેળામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવી લેવું*

અમરેલી, તા: ૩૦ જુન ૨૦૨૦

રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા માટે સમયાંતરે ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં કોવિડ-૧૯ના સંક્રમણને કારણે નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારોને એક જગ્યા પર એકત્રિત કરી ભરતીમેળા યોજવાનું ઉચિત જણાતું ન હોવાથી રાજ્ય સરકારની સૂચના મુજબ ઓનલાઇન ભરતીમેળાનું આયોજન કરવામાં આવનાર છે. રિલાયેબલ ફર્સ્ટ અમદાવાદ ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારે https://forms.gle/wpPaNN4JYw5QmFgy7 ગુગલ લિંક ઉપર તા: ૨૦ જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નોકરીદાતાની જગ્યાની વિગતો લિંક ઉપર મળી રહેશે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ કોઈ ઉમેદવાર ઇન્ટરવ્યૂ માટે લાયક ગણાશે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *