નવીદિલ્હી
તાજેતરમાં યોગા ગુરુ રામદેવ એક પત્રકારને ધમકી આપતા જાેવા મળ્યા હતા, જેમણે તેમને પેટ્રોલના વધતા ભાવ અંગે પ્રશ્ન પુછ્યો હતો.મળતી માહિતી મુજબ હરિયાણાના (ૐટ્ઠિૈઅટ્ઠહટ્ઠ) કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન, એક પત્રકારે પતંજલિ બ્રાન્ડ એમ્બેસેડરને પૂછ્યું કે લોકોએ એવી સરકાર પર વિચાર કરવો જાેઈએ જે પેટ્રોલ ૪૦ રૂપિયા પ્રતિ લિટર અને રસોઈ ગેસ ૩૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં મેળવી શકે. જેના પર જવાબ આપતા રામદેવે કહ્યુ કે, ” આવા પ્રશ્નો પૂછશો નહીં. શું હું તમારો ઠેકેદાર છું કે જેણે તમારા પ્રશ્નોના જવાબ આપતા રહેવાના છે ? “જ્યારે પત્રકારે ફરીથી પ્રશ્ન પૂછ્યો, ત્યારે દેખીતી રીતે નારાજ રામદેવે પત્રકાર તરફ ઈશારો કરીને વળતો જવાબ આપ્યો, બસ ચૂપ રહો. જાે તમે ફરીથી પૂછશો, તો તે તારા માટે સારૂ નહિ રહે. સાથે જ રામદેવ બાબાએ લોકોને મુશ્કેલ સમયમાં વધુ મહેનત કરવાની અપીલ કરી હતી. વધુમાં તેણે કહ્યું કે,જાે ઇંધણના ભાવ ઓછા હશે, તો સરકારને ટેક્સ નહીં મળે.. તો પછી તેઓ દેશ કેવી રીતે ચલાવશે, પગાર કેવી રીતે ચૂકવશે અને રસ્તાઓ બનાવશે? હા, મોંઘવારી ઓછી થવી જાેઈએ, હું સંમત છુંપ પરંતુ લોકોએ સખત મહેનત કરવી જાેઈએ. હું પણ સવારે ૪ વાગ્યે જાગી જાઉં છું અને રાત્રે ૧૦ વાગ્યા સુધી કામ કરું છું. તમને જણાવી દઈએ કે,રામદેવની આસપાસ બેઠેલા લોકોએ પણ તાળીઓ પાડીને તેનુ સમર્થન કર્યું હતુ. ૧.દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૧૦૧.૮૧ અને ડીઝલ રૂ. ૯૩.૦૭ પ્રતિ લીટર ૨.મુંબઈમાં પેટ્રોલ રૂ. ૧૧૬.૭૨ અને ડીઝલ રૂ. ૧૦૦.૯૪ પ્રતિ લીટર ૩.ચેન્નઈ પેટ્રોલ રૂ. ૧૦૭.૪૫ અને ડીઝલ રૂ. ૯૭.૫૨ પ્રતિ લીટર ૪.કોલકાતા પેટ્રોલ રૂ. ૧૧૧.૩૫ અને ડીઝલ રૂ. ૯૬.૨૨ પ્રતિ લીટર


