અમરેલીની મધ્યમાં આવેલો લગભગ ૧૮૫ વર્ષ જૂનો ગાયકવાડી રાજ્ય સમયનો રાજમહેલ આજે પણ શહેરની રાજવી ઠાઠ સાથે અમરેલીવાસીઓની ખુમારીની સાક્ષી આપતો અતિતની યાદો સાથે અડીખમ ઊભો છે. આજે વરસાદી માહોલ વચ્ચે ચોમાસાની મીઠી તડકીની રોશનીમાં મહેલનો સુંદર અને રમણીય નજારો જોવા મળ્યો હતો. જિલ્લા સમાહર્તાશ્રીની કચેરીની બારીએથી ડોંકિયું કરી લીલાછમ વૃક્ષોની વચ્ચે ચમકતા રાજમહેલના આ આહલાદક દ્રશ્યને કચેરીના કર્મયોગીએ કેમેરામાં કેદ કર્યું હતું.
*ફોટો કેપ્શન: સુમિત ગોહિલ, જિલ્લા માહિતી કચેરી, અમરેલી*


