*નવોદય વિદ્યાલય ખાતે પ્રભારીમંત્રીશ્રીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ તથા કોમ્પ્યુટર લેબ ઉદ્દઘાટન કાર્યક્રમ સંપન્ન*
*સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને જિલ્લા કલેકટર શ્રી આયુષ ઑકની પ્રેરક ઉપસ્થિતિ*
અમરેલી, તા: ૨ જુલાઈ ૨૦૨૦
અમરેલીના મોટા ભંડારીયાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તેમજ સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને જિલ્લા કલેકટર શ્રી આયુષ ઑકની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ તથા કોમ્પ્યુટર લેબ ઉદ્દઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જવાહર નવોદય વિદ્યાલય ખાતે શરુ થઇ રહેલી નવી કોમ્પ્યુટર લેબ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ખુબ જ ફળદાયી નીવડશે. વિદ્યાલયના શિક્ષકગણને લેબ જેવા નવા સોપાનો શરુ કરવા બદલ શુભેચ્છાઓ આપતા જણાયું હતું કે આપના સહિયારા પ્રયાસો થકી આજે આ નવી કોમ્પ્યુટર લેબનું ઉદ્દઘાટન શક્ય બન્યું છે. આ લેબનો ઉપયોગ સૌ વિદ્યાર્થીઓ હોંશભેર કરે એવી મંત્રીશ્રીએ કામના વ્યક્ત કરી હતી.
જવાહર નવોદય વિદ્યાલયના પટાંગણમાં વૃક્ષારોપણ કરતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષારોપણ ઉમદા અભિયાન છે. દિવસે ને દિવસે હવામાનમાં થતા ફેરફારો તથા જળવાયુ પરિવર્તનની ગંભીર સમસ્યાને ધ્યાને લઇ દરેક નાગરીકે વધારેમાં વધારે વૃક્ષારોપણ કરી વડાપ્રધાનની ઝુંબેશ વૃક્ષો વાવો – સમૃદ્ધિ લાવોને આગળ ધપાવવા જાહેર જનતાને અપીલ કરી હતી. પ્રભારી મંત્રીશ્રીની સાથે સાથે તમામ મહાનુભાવોએ પણ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
નવોદય વિદ્યાલય અંગે વધુ માહિતી આપતા આચાર્ય શ્રી વી. એસ. ભોસે જણાવ્યું હતું કે હાલ વિદ્યાલયમાં 256 વિદ્યાર્થીઓ અને 183 વિદ્યાર્થીનીઓ એમ કુલ મળી 439 વિદ્યાર્થીઓ છે. આ વર્ષનું ધોરણ 12 નું પરિણામ પણ 100% છે. લગભગ 5.18 લાખના ખર્ચે કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને 4.72 લાખના ખર્ચે પાણીની પાઈપલાઈનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અંદાજે 10 લાખના ખર્ચે બે ક્લાસ રૂમ તૈયાર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાલયના પટાંગણમાં આંબા, ચીકુ, કસ્ટર્ડ એપલ, અંજીર, જામ્બુ અને નાળિયેર જેવા વિવિધ ફળોના 800 જેટલા રોપાઓના વાવેતરનું પ્લાનિંગ પણ હાલ શરુ છે.
આ તકે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, યુવા અગ્રણી શ્રી કૌશિક ભાઈ વેકરીયા, પ્રાંત અધિકારી શ્રી ઉંધાડ તથા જ
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
વાહર નવોદય વિદ્યાલયના અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


