રિપોર્ટર.મકસુદ કારીગર
તા.૦૧-૪/૨૦૨૨ ના રોજ સવારે દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના’પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું સીધું પ્રસારણ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પરથી કરવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં પણ આ કાર્યક્રમનું મોટા પડદા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલ – કઠલાલ અને મીનાવાડાની આદર્શ વિધાલયના બાળકો તથા શિક્ષકો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો હતો. આ ઉપરાંત નવોદય વિદ્યાલય-કઠલાલના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.શાળાના અન્ય વિદ્યાર્થીઓ તથા અભિભાવકોએ પણ વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા.અંદાજે ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ આ કાર્યક્રમમાં જોડાઇ પરીક્ષાના બોજને હળવો કરવા માટેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન મેળવ્યું હતું.
જિલ્લા ક્લેક્ટર કે.એલ.બચાની ના નિર્દેશનમાં જિલ્લા શિક્ષણાધિકારી (ખેડા)) શિલ્પાબેન પટેલ અને પ્રાચાર્ય ,જવાહર નવોદય વિદ્યાલય-કઠલાલ અનિલ કામ્બલે ના ભરપૂર પ્રયાસોથી આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ થયો હતો. સમગ્ર સ્ટાફના ભરપૂર પ્રયાસો અને પ્રચાર-પ્રસારથી કાર્યક્રમને જ્વલંત સફળતા મળી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપી બાળકોમાં ઉત્સાહવર્ધન કરવા માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોના પરીક્ષાના બોજને
હળવો કરવા વાલીઓ તથા શિક્ષકોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.