Maharashtra

વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી ભરેલો ઈમેલ એનઆઈએને મળ્યો

મુંબઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક ધમકી ભરેલો ઈમેલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(દ્ગૈંછ)ને મોકલવામાં આવ્યો છે. એમાં પીએમને મારી નાખવાની વાત લખવામાં આવી છે. આ મેલ પછી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના નેશનલ યુનિટે પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઈમેલ કરનારે કહ્યું છે કે તે આત્મહત્યા કરી રહ્યો છે, જેથી આ ષડયંત્રનો ઘટસ્ફોટ ન થઈ શકે. તેણે મેલમાં કહ્યું છે કે વડાપ્રધાન મોદીને તે અને તેમના લોકો મારવા તૈયાર છે. તેમની પાસે ૨૦ કિલો ઇડ્ઢઠ અને ૨૦ સ્લીપર સેલ છે. દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટક્શન ગ્રુપ, એટલે કે જીઁય્ની હોય છે. વડાપ્રધાનની ચારેબાજુ પ્રથમ સુરક્ષાકવચ જીઁય્ જવાનનું જ હોય છે. આ મેલની માહિતી જીઁય્ને પણ મોકલવામાં આવી છે. મેલમાં આગળ બે કરોડ લોકોને મારવાની પણ વાત કહેવામાં આવી છે. મેલમાં કેટલું સત્ય છે અને એને ક્યાંથી અને કોને મોકલવામાં આવે છે, એજન્સીઓ આ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરી રહી છે. મેલ મુજબ હુમલાની યોજના તૈયાર થઈ છે. મેલમાં કહેવામાં આવ્યું છે કે મેલ લખનારને ઘણા આતંકીઓ સાથે સંબંધ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ધમકી ભરેલો ઈમેલ જાસૂસી અને સુરક્ષા એજન્સીને મોકલ્યો છે. જે મેલ આઈડીથી મેલ આવ્યો છે એની તપાસ ચાલુ છે. એનું ૈંઁ એડ્રેસ ટ્રેસ કરીને આરોપીને પકડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની હત્યા કરવાનું ષડયંત્ર રચવાનો ઘટસ્ફોટ થયા પછી સુરક્ષાદળોને એલર્ટ કરવામાં આવ્યાં છે. દ્ગૈંછએ એ પણ તપાસ કરી રહી છે કે આ કોઈ પ્રેન્ક મેલ તો નથી ને. આ પહેલાં દિલ્હીના સીમાપુરી વિસ્તારના એક ઘરેથી આઈઆઈડી મળવાના સમાચાર આવ્યા હતા. આ મામલો ખૂબ જ ચોંકાવનારો હતો. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાજીપુર ફૂલ મંડીમાં જાન્યુઆરી મહિનામાં મળેલા આ વિસ્ફોટક કુલુ બ્લાસ્ટમાં ઉપયોગ થનારા વિસ્ફોટક જેવા જ હતા.

PM-India-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *