International

ઓસ્ટ્રેલિયા યુક્રેનને સશસ્ત્ર વાહનો મોકલશે

ઓસ્ટ્રેલિયા
યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ઑસ્ટ્રેલિયન સંસદને સંબોધિત કરી અને ઑસ્ટ્રેલિયન નિર્મિત ફોર-વ્હીલર મોકલવા હાકલ કરી. મોરિસને પત્રકારોને જણાવ્યું હતું કે, આ વાહનો બોઇંગ ઝ્ર-૧૭ ગ્લોબમાસ્ટર પ્લેન દ્વારા મોકલવામાં આવશે. જાેકે, તેમણે સ્પષ્ટ કર્યું ન હતું કે કેટલા વાહનો અને ક્યારે મોકલવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું કે, અમે ફક્ત અમારી દુઆઓ જ નથી મોકલી રહ્યા, પરંતુ અમે અમારી બંદૂકો, અમારા યુદ્ધ-સામગ્રી, માનવતાવાદી સહાય, આ બધી વસ્તુઓ મોકલી રહ્યા છીએ અને અમે અમારા સશસ્ત્ર વાહનો, અમારા બુશમાસ્ટરને પણ મોકલી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયન સાંસદોએ ઝેલેન્સકીને તેમના ૧૬ મિનિટના ભાષણની શરૂઆતમાં અને અંતમાં ઊભા રહીને માન આપ્યું હતું. ઝેલેન્સકીએ રશિયા પર વધુ કડક પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય બંદરો પરથી રશિયન જહાજાે પર પ્રતિબંધ મૂકવાની પણ હાકલ કરી હતી. તેમણે કહ્યું, “અમને રશિયા સામે વધુ પ્રતિબંધોની જરૂર છે, જ્યાં સુધી તેઓ અન્ય દેશોને તેમની પરમાણુ મિસાઇલોથી બ્લેકમેલ કરવાનું બંધ ન કરે ત્યાં સુધી વધુ મજબૂત પ્રતિબંધોની જરૂર છે.” ઝેલેન્સકીએ ખાસ કરીને બુશમાસ્ટર વાહનને વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, તમારી પાસે ખૂબ જ સારું સશસ્ત્ર વાહન છે, બુશમાસ્ટર, જે યુક્રેનને મદદ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સંઘર્ષથી સુરક્ષિત નથી અને સંઘર્ષ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ જવાનો ભય છે. તેમણે કહ્યું કે યુક્રેન પર રશિયાની જીત ચીનને તાઈવાન સામે યુદ્ધ જાહેર કરવા માટે પ્રોત્સાહિત કરશે.વડા પ્રધાન સ્કોટ મોરિસને શુક્રવારે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં આર્મર્ડ બુશમાસ્ટર વાહનો મોકલશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ઓસ્ટ્રેલિયન ધારાસભ્યોને રશિયા સામેના યુદ્ધમાં વધુ મદદ કરવા માટે ખાસ કરીને આ વાહનો મોકલવાની અપીલ કરી છે. કેનબેરા, ૧ એપ્રિલ (એપી) વડા પ્રધાન સ્કોટ મોરિસને શુક્રવારે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં આર્મર્ડ બુશમાસ્ટર વાહનો મોકલશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ઓસ્ટ્રેલિયન ધારાશાસ્ત્રીઓને રશિયા સામેના યુદ્ધમાં વધુ મદદ કરવા માટે ખાસ કરીને આ વાહનો મોકલવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *