ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનને ૨૦૦ દિવસ પૂર્ણ થયા છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં જળવ્યવસ્થાપનની કામગીરીને નવી ગતિ મળી છે. નલ સે જલ કાર્યક્રમની કામગીરી ૯૩ ટકા સુધી પૂરી થઇ ગઇ છે. આ વર્ષના અંત સુધીમાં ૧૦૦ ટકા નલ સે જલ સિદ્ધ કરવાનો સંકલ્પ છે. રાજ્યની જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે ગુજરાત સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. કચ્છમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીથી સિંચાઇ સુવિધાનું આયોજન રૂ.૪૩૭૦ કરોડની યોજનાને મંજૂરી આપીને કર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતે રાષ્ટ્રીય માપદંડોમાં ખરા ઊતરી અનેરી સિદ્ધિઓ નોંધાવી છે. આ સાથે જ ગુજરાતની સાડા છ કરોડ જનતાના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ અનેક મહત્વના ર્નિણયો પણ કર્યા છેઃ ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ૨ લાખ ૪૪ હજાર કરોડનું, ૧૭ હજાર કરોડના વધારા સાથે અને કોઇ જ નવા કરવેરા વિનાનું પૂરાંતવાળું બજેટ રજૂ થયું છે. ગૌમાતા પોષણ યોજના માટે રૂ.૫૦૦ કરોડની બજેટ જાેગવાઇ કરીને ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને માળખાકીય સુવિધા વિકાસનો રાહ દર્શાવ્યો છે. લોકોના પ્રશ્નો સરકારના વિવિધ વિભાગો વચ્ચે અટવાય નહિ તે માટે સરકારના તમામ વિભાગ વચ્ચે સુચારુ સંકલન માટે ઇ-સરકાર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. નાગરિકોને બિનખેતીના હુકમ બાદ પ્રોપર્ટી કાર્ડ ઓટો જનરેશનથી આપવાનો સહહૃદયી ર્નિણય કર્યો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય એ માટે ‘ડિજિટલ ગુજરાત’ અન્વયે ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઈ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની સમયમર્યાદા એક વર્ષથી ત્રણ ગણી વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી છે. સરકારી કામકાજ માટે કરવાના એફીડેવીટમાંથી મુક્તિ આપીને સેલ્ફ ડેક્લેરેશન (સ્વપ્રમાણપત્ર)ને માન્ય રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે દેશભરમાં અનેકવિધ ક્ષેત્રોમાં પહેલ રૂપ સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ધ સ્ટેટ – ૨૦૨૧માં ગુજરાત પ્રથમ છે. નીતિ આયોગે જાહેર કરેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-૨૦૨૧માં ગુજરાત સમગ્ર દેશમાં સતત બીજી વખત પ્રથમ ક્રમે છે. નીતિ આયોગ દ્વારા જાહેર એક્સપોર્ટ કોમ્પિટેટીવનેસ ઇન્ડેક્સ – ૨૦૨૦ મુજ્બ નિકાસ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત નંબર એક પર છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં ગુજરાત દેશમાં સર્વ પ્રથમ છે. ભારત સરકારના ડી.એ.આર.પી.જી દ્વારા જાહેર કરવામાં આવેલ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં સર્વ પ્રથમ છે. ભૂપેન્દ્ર પટેલના ર્નિમળ-નિખાલસ અને મૃદુ છતાં મક્કમ વ્યક્તિત્વ સાથે દ્રષ્ટિવંત, સમયબદ્ધ આયોજનોથી ગુજરાત વિકાસ પથ પર સતત અવિરત અગ્રેસર રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ અદના સેવક બની ગ્રામીણ વિસ્તારોમાં અચાનક પહોચી જઇ ગ્રામજનો, બાળકો, ખેડૂતો સાથે સહજ સંવાદ કરીને આ ૨૦૦ દિવસના તેમના અવિરત કાર્ય સેવાયજ્ઞમાં ધરાતળના જન નાયક, સૌના ભૂપેન્દ્રભાઇ તરીકે પ્રસ્થાપિત થયા છે.રાજ્યની શાળાઓમાં માળખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કુલ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો છે. રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે આગામી ૪ વર્ષનો પરિણામલક્ષી રોડ મેપ તેમના દિશાદર્શનમાં તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જન-જનના આરોગ્યની પણ પૂરતી કાળજી લીધી છે. વેક્સિનેશન અભિયાન વેગવંતુ બન્યું, ૧૦ કરોડ ડોઝની સિદ્ધિ ગુજરાતે મેળવી. અત્યાર સુધી રાજ્યના ૩૦ લાખ તરૂણોને, ૯ લાખ બાળકોને કોરોના વિરોધી રસીકરણમાં આવરી લેવાયા છે. ગુજરાત એર એમ્બ્યુલન્સ શરૂ કરનારુ પ્રથમ રાજ્ય બન્યું છે.


