Gujarat

અમદાવાદ શહેરમાં એક પરિણીત યુવતીને સાસરિયાઓ પૈસા માટે આપ્યો ત્રાસ

અમદાવાદ
સાસરિયાઓ પૈસા માટે આપ્યો ત્રાસના કિસ્સાઓ હજુ બંધ નહિ થયા. આવો કિસ્સો ગુજરાતના અમદાવાદ શહેરમાં એક પરિણીત યુવતીને સાસરિયા દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો. યુવતી પાસેથી દહેજ માંગવામાં આવતું હતું. દહેજ નહીં મળતાં યુવતીને ગાળો આપીને માર મારવામાં આવતો અને યુવતીના માતા પિતાને પણ ધમકી અપાતી કે તમારી દીકરીને પૈસા લીધા વિના ના મોકલતા નહીં તો જીવતી સળગાવી દઈશું. જે મામલે યુવતીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના કુબેરનગરમાં ૩૦ વર્ષીય યુવતીના લગ્ન થયા હતા. લગ્નમાં યુવતી દાગીના અને અન્ય વસ્તુઓ સહિત ૧૫ લાખનું દહેજ લઈને ગઈ હતી છતાં સાસરિયા દ્વારા દહેજ માટે ટોણા મારીને સાંભળવવામાં આવતું હતું. કરિયાવર ઓછું લાવી છે તારા માં બાપ તો ભિખારી છે તેવું કહીને બધાની સામે ઉતારી પાડતા હતા.ક્યારેક બીભત્સ ગાળો આપીને યુવતીને માર પણ મારવામાં આવતો હતો. યુવતી પાસે વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી. યુવતીને પિયર કે અન્ય પ્રસંગમાં પણ જવા દેવામાં આવતી નહોતી. યુવતીએ પોતાના માતા પિતાને જાણ કરી હતી જેથી તેના માતા પિતા સાસરીમાં ગયા હતા ત્યારે યુવતીને સાસરીમાંથી લઈ જવા કહ્યું હતું પરંતુ સાસરિયા દ્વારા ગમે તે સંજાેગોમાં યુવતીને લઇ જવા જ કહ્યું જેથી યુવતીના માતા પિતા સસરિયાઓના પગે પડ્યા હતા ત્યારે સસરિયાઓએ કહ્યું કે તમે તમારી દીકરીને પૈસા વગર મોકલશો તો જીવતી નહિ રહે તેને અમે જીવતી સળગાવી મારીશું,અને તેના લાશનો પત્તો લાગવા દઈશું નહિ તેમ કહીને યુવતીના વાળ પકડીને બહાર કાઢી મૂકી હતી.સમગ્ર મામલે યુવતિએ તેના પતિ દિપક બીજાણી, સાસુ દુર્ગા બીજાણી, નણંદ નંદીની અને રીટા વિરુદ્ધમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

In-laws-tortured-for-money.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *