Gujarat

ઊનામાં ઝૂલેલાલ જ્યંતી ચેટીચંઢની ૩ દિવસ ઉજવણી કરાય…

ઉના શહેરમાં ઝૂલેલાલ જ્યંતીની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષ થી કોરોના કાળના કારણે જાહેર ઉજવણીથી વંચિત રહેતા સમાજે આ વર્ષની ડબલ ઉજવણી કરવાના નિર્ધાર સાથે સતત ત્રણ દિવસ જબરદસ્ત ઉજવણી રખાતા સોના ઉપર સુગંધ જેવું વાતાવરણ સર્જાયું હતું. સોમનાથબાગ ખાતે છપ્પન ભોગ, હવન હોમ યજ્ઞ અને સમૂહ જનોઈ ત્યારબાદ ભોગ સાહેબ(ગુરુનાનક દરબાર-લાઈબ્રેરી ચોક)ભજન કીર્તન અને સ્નેહમિલન, ભંડારો લંગરપ્રસાદ સોમનાથ બાગ ખાતે તેમજ ઐતિહાસિક પાલકી શોભયાત્રા સોમનાથબાગ થી આતશબાજી અને સાંઈ ઝૂલેલાલના જયઘોષ સાથે વિશાળ સંખ્યામાં ઉત્સવપ્રેમીઓ શહેરના મુખ્યમાર્ગ થી નાચગાન(છેજ લગાડતા)કરતા સિંધી સોસાયટીએ પહુચતા પાલખી(શોભાયાત્રા)નું સ્વાગત કરવામાં આવેલ…

-જ્યંતી-ચેટીચંઢની-૩-દિવસ-ઉજવણી-કરાય-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *