Delhi

દેશના ૧૭ રાજ્યોમાંથી કોંગ્રેસના એક પણ સાંસદ નહીં

નવીદિલ્હી
પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે રાજ્યસભામાં પણ કોંગ્રેસ માટે સંકટની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યસભામાં કોંગ્રેસની હાલત દેશના અન્ય રાજ્યોની વિધાનસભા જેવી થઈ રહી છે. રાજ્યસભાની આગામી ચૂંટણી બાદ ઉપલા ગૃહમાં કોંગ્રેસની સંખ્યા ઘટી જશે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે કોંગ્રેસનો ભૌગોલિક ગ્રાફ પણ હવે સંકોચાઈ રહ્યો છે. દેશના ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો હવે કોઈ પ્રતિનિધિ નહીં હોય. માર્ચના અંતમાં રાજ્યસભામાં કોંગ્રેસના ૩૩ સાંસદો હતા. એ.કે.એન્ટની સહિત ચાર સભ્યો નિવૃત્ત થયા છે. જ્યારે, વધુ ૯ સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈમાં સમાપ્ત થશે. નિવૃત્ત થનારાઓમાં પી ચિદમ્બરમ, અંબિકા સોની, જયરામ રમેશ અને કપિલ સિબ્બલનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી બાદ રાજ્યસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને વધુમાં વધુ ૩૦ સભ્યો થઈ જશે. અત્યાર સુધી એવું ક્યારેય બન્યું નથી કે રાજ્યસભામાં કોંગ્રેસના આટલા ઓછા સાંસદો હોય. ડીએમકે તામિલનાડુમાંથી રાજ્યસભાની ૬ બેઠકોમાંથી કોંગ્રેસને એક બેઠક આપશે તેવી અપેક્ષા છે. આ પછી રાજ્યસભામાં તેની સંખ્યા વધીને ૩૧ થઈ જશે. જાેકે, પાર્ટી પાસે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, દિલ્હી અને ગોવાના કોઈ સાંસદ નહીં હોય. ૧૭ રાજ્યોમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાનું છે. ચૂંટણી બાદ ઘણા મોટા રાજ્યોમાંથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદો નહીં રહે. પંજાબમાં સત્તા ગુમાવવાથી કોંગ્રેસને પણ મોટું નુકસાન થયું છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ગોવા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *