Gujarat

મહેસાણા પાસે ઈકો કારે રિક્ષાને ટક્કર મારતા રિક્ષાચાલકનું મોત

મહેસાણા
અમદાવાદમાં રહેતો ગૌતમ પટણી પોતાના માતા પિતા સાથે પાટણના મોટીસા હડકમઇ માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી અમદાવાદથી રિક્ષામાં સવાર થઈ માતા પિતા અને પુત્ર પાટણ ખાતે આવ્યા હતા. જ્યાં રિક્ષા ચાલક પુત્ર ગૌતમ દર્શન કર્યા બાદ પોતાના માતા પિતાને પાટણ મુકીને પોતાની રિક્ષા લઈને અમદાવાદ પોતાના ઘરે જઈ રહ્યો હતો, એ દરમિયાન સાંજે મહેસાણા બાયપાસ રોડ પાંચોટ નુગર સર્કલ વચ્ચે જીજે-૨ મોટર ગેરેજ પાસે એક બેફામ ઇકો ચલાકના ડ્રાઇવરે પોતાની ઇકો હંકારી રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષામાં સવાર ગૌતમ પટણીને અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેંનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ઇકો ગાડીનો ડ્રાઈવર ગાડી રોડ પર મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઇકો અને રિક્ષાને મોટું નુકસાન થયું હતું. બાદમાં મૃતકની લાશને પીએમ અર્થે મહેસાણા સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો. પરિવારને જાણ કરતા પરિવાર મહેસાણા સિવિલ દોડી આવ્યો હતો. મૃતકના ભાઈએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ઇકો ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.મહેસાણા જિલ્લામાં ત્રણ માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટનામાં અમદાવાદના યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી પાટણના મોટીસા હડકમઇ માતાજીના મંદિરે દર્શન કરી ઘરે પરત ફરતા સમયે યુવકને મહેસાણા નજીક ઇકો ગાડીએ રિક્ષાને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

Ahmedabad-youths-rickshaw-accident-near-Mehsana.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *