Delhi

પંજાબ નેશનલ બેંક પોઝિટીવ પે સિસ્ટમનો નિયમ લાગુ કરશે

નવીદિલ્હી
જાે તમે તમારા નાણાકીય વ્યવહારોમાં ચેકનો વધુ ઉપયોગ કરો છો, તો આ માહિતી તમારા કામની છે. દેશમાં ચેક દ્વારા પેમેન્ટ કરવાના નિયમો બદલાયા છે. રિઝર્વ બેંકની સૂચનાઓના આધારે બેંકો ચેક દ્વારા ચુકવણી માટે ર્ઁજૈંૈદૃી ॅટ્ઠઅ જઅજંીદ્બ લાગુ કરી રહી છે. પંજાબ નેશનલ બેંક ૪ એપ્રિલથી પોઝિટિવ પે સિસ્ટમનો નિયમ લાગુ કરવા જઈ રહી છે. પંજાબ નેશનલ બેંક પોઝિટિવ પે સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંકે તેની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર આ માહિતી આપી છે. ૪ એપ્રિલથી નવા નિયમ હેઠળ ગ્રાહકોએ ચેક દ્વારા રૂ. ૧૦,૦૦,૦૦૦ કે તેથી વધુની ચુકવણી કરવા માટે ફરજિયાતપણે પોઝિટિવ પે સિસ્ટમની ચકાસણી કરવી પડશે. પોઝિટિવ પે સિસ્ટમ માટે બેંકના ગ્રાહકોએ તેમનો એકાઉન્ટ નંબર, ચેક નંબર, ચેક આલ્ફા, ચેકની તારીખ, ચેકની રકમ, કોના નામે ચેક અપાઈ રહ્યો છે વગેરે માહિતી બેંકને આપવી જરૂરી છે. પોઝિટિવ પે સિસ્ટમની ચકાસણી વિના ચેકની રકમ ચૂકવવામાં આવશે નહીં. પોઝિટિવ પે સિસ્ટમ વિશે વધુ માહિતી પંજાબ નેશનલ બેંકની વેબસાઇટ પરથી અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૨૨૨૨ અથવા ૧૮૦૦-૧૦૩-૨૨૨૨ પર કૉલ કરીને મેળવી શકાય છે. પંજાબ નેશનલ બેંક પહેલા, ઘણી વધુ જાહેર અને ખાનગી બેંકોએ આ નિયમ લાગુ કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક, ૐડ્ઢહ્લઝ્ર બેંક, ૈંઝ્રૈંઝ્રૈં બેંકમાં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આ નિયમ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી લાગુ કર્યો છે. જીમ્ૈં એ રૂ. ૫૦,૦૦૦ થી વધુના ચેક પેમેન્ટ માટે આ લાગુ કર્યું છે. બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે કન્ફર્મેશન સંબંધિત નિયમો ૧લી ફેબ્રુઆરીથી લાગુ થશે. દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકિંગ છેતરપિંડીઓને રોકવા માટે વર્ષ ૨૦૨૦ માં ચેક માટે ‘પોઝિટિવ પે સિસ્ટમ’ દાખલ કરવાનો ર્નિણય લીધો હતો. આ સિસ્ટમ હેઠળ ચેક દ્વારા રૂ. ૫૦,૦૦૦ થી વધુની ચુકવણી માટે ચોક્કસ મુખ્ય માહિતીની જરૂર પડી શકે છે.પોઝિટિવ પે સિસ્ટમ દ્વારા ચેકની માહિતી મેસેજ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ દ્વારા આપી શકાય છે. ચેકની ચુકવણી કરતા પહેલા આ વિગતો તપાસવામાં આવે છે.

Cheque-Payment.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *