Delhi

આરબીઆઈની નાણાંકીય નીતિ સમિતિની બેઠક ૬થી ૮ એપ્રિલે યોજાશે

નવીદિલ્હી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં વ્યાજ દરોના મોરચે યથાસ્થિતિ જાળવી શકે છે. જાે કે રિટેલ મોંઘવારીમાં ઉપલા-સંતોષકારક સ્તરની બહાર જવી, રુસો-યુક્રેન યુદ્ધ દ્વારા સર્જાયેલી અનિશ્ચિતતાઓ અને વૃદ્ધિને રક્ષણ અને ઉત્તેજન આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મધ્યસ્થ બેંકનું વલણ પણ બદલાઈ શકે છે. નિષ્ણાતોએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિ ની પ્રથમ નાણાકીય સમીક્ષા બેઠક ૬ થી ૮ એપ્રિલ દરમિયાન યોજાશે. આ બેઠકના પરિણામો ૮ એપ્રિલે જાહેર કરવામાં આવશે. રેટિંગ એજન્સી ઇક્રા લિમિટેડના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિ એપ્રિલ ૨૦૨૨ની નીતિ સમીક્ષામાં તેના ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત મોંઘવારીના અનુમાનમાં સુધારો કરે તેવી અપેક્ષા છે. આ સિવાય ૨૦૨૨-૨૩ માટે વૃદ્ધિ દરના અંદાજમાં ઘટાડો થઈ શકે છે. નાયરે કહ્યું કે નાણાકીય નીતિ સમિતિ મોંઘવારીને કાબૂમાં રાખવા માટે વૃદ્ધિનો બલિદાન આપશે નહીં. મધ્યમ ગાળાના મોંઘવારીના લક્ષ્?યાંકને ૬ ટકાના ઊંચા સ્તરે રાખીને નાણાકીય નીતિ સમિતિનું વલણ અન્ય મધ્યસ્થ બેન્કોની સરખામણીએ લાંબા ગાળા માટે વૃદ્ધિ માટે વધુ સહાયક રહેશે. એકંદરે એપ્રિલ ૨૦૨૨ માં નીતિના મોરચે યથાવત્‌ સ્થિતિ જાળવવાની અપેક્ષા છે એમ તેમણે ઉમેર્યું. એક્યુટ રેટિંગ્સ એન્ડ રિસર્ચના ચીફ એનાલિસિસ ઓફિસર સુમન ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન અનિશ્ચિતતાને જાેતાં રિઝર્વ બેન્ક પાસે નાણાકીય નીતિને કડક બનાવવાનો અવકાશ મર્યાદિત છે. યુદ્ધની નુકસાનકારક અસરો વચ્ચે મધ્યસ્થ બેંકે મોંઘવારીને સંતોષજનક સ્તરે રાખવા અને તે જ સમયે વૃદ્ધિને ટેકો આપવા માટે પગલાં લેવા પડશે એમ તેમણે જણાવ્યું હતું. ચૌધરીએ ઉમેર્યું હતું કે આગળ જતાં રિઝર્વ બેન્ક જૂન-ઓગસ્ટ ૨૦૨૨ની નાણાકીય સમીક્ષામાં રિવર્સ રેપો રેટમાં ૦.૪ ટકા અને ૨૦૨૨-૨૩ના બાકીના સમયગાળામાં એકંદર રેપો રેટ અડધા ટકા સુધી વધારી શકે છે. બીજી તરફ ૐર્ેજૈહખ્ત.ર્ષ્ઠદ્બ, સ્ટ્ઠાટ્ઠટ્ઠહ.ર્ષ્ઠદ્બ અને ઁિર્ॅ્‌ૈખ્ર્તીિ.ષ્ઠદ્બના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધ્રુવ અગ્રવાલે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક માટે મોંઘવારીના દબાણમાં વધારાને ધ્યાનમાં રાખીને યથાસ્થિતિ જાળવી રાખવી મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે જાે કે કોરોનાવાયરસ રોગચાળાની વિવિધ લહેરોને કારણે થતા વિક્ષેપો પછી ભારતમાં રિકવરીને આ બાબતો અસર કરશે. રિઝર્વ બેંક પાસે વ્યાજ દરોમાં વધારાથી બચવા માટે કોઈ જગ્યા નથી. જાપાનની બ્રોકરેજ કંપની નોમુરાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક કદાચ આગામી નાણાકીય સમીક્ષા બેઠકમાં તેના જીડીપી અને ગ્રાહક ભાવાંક આધારિત મોંઘવારીના અનુમાનનું પુનઃ મૂલ્યાંકન કરશે.

RBI-Shaktikanta-Das.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *