Gujarat

સ્વદેશી માસ્ક/ આ માસ્ક બન્યા લોકોની પહેલી પસંદ, વેચાણમાં ધરખમ વધારો

સમગ્ર દેશમાં હવે સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસે જીવન ધોરણમાં ઘણો બદલાવ લાવી દીધો છે. ત્યારે મોઢે માસ્ક પહેરવું ફરજિયાત હોવાથી જામનગરમાં દેશદાઝ વાળા ઘણા લોકો સ્વદેશી માસ્કનો આગ્રહ રાખીને ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ ખાદીના મારક ધુમ વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.

ખાદીના માસ્ક અંગે જામનગર બેડી ગેઈટ નજીક રણજીત રોડ પર આવેલ ખાદી ભંડારના મેનેજર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસે લોકોનું જીવન ધોરણ બદલી નાખ્યું છે. ત્યારે સ્વદેશી ખાદી કાપડના વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અમારી સમગ્ર ટીમ, મહિલાઓને વિચાર આવ્યા બાદ અમે ખાદીના માસ્ક બનાવવાનું કાર્ય  કર્યું હતુ અને આશા ન હતી કે, લોકો ખાદીના બનાવેલ માસ્ક પહેરશે.

પરંતુ માસ્ક મારક બનાવ્યા બાદ લોકો ખાદીના માસ્ક ખરીદવા લાગ્યા છે અને રોજના ૫૦ થી ૬૦ જેટલા માસ્કનું વેચાણ થાય છે. ત્યારે આ માસ્ક ન નફો ન નુકશાનના ધોરણે માત્ર ૨૦ રૂપિયામાં પડતર કિંમતે વેચાણ કરી રહ્યા છે. આ માસ્ક થ્રી લેયર સાથે વોશેબલ છે. ગરમી નથી થતી અને બધી રીતે પુરી કાળજી રાખીને મહિલાઓ દ્વારા આ સ્વદેશી માસ્ક બનાવે છે. ત્યારે જામનગરના ઘણા લોકો ખાદીના સ્વદેશી માસ્કની ખરીદી કરી રહ્યાનું ખાદી ગ્રામઉદ્યોગ ભંડારના મેનેજર જયદેવભાઈએ અંતે જણાવ્યું હતું.

 

226a665-php0ypjkJ-0.jpg bapu3-840x630-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *