સંકલિત બાળ વિકાસ સેવા યોજના ગુજરાતમાં છોટાઉદેપુર બ્લોકમાં ૨જી ઓક્ટોબર ૧૯૭૫માં શરૂ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ 0 થી ૫ વર્ષ સુધીના બાળકોના પોષણ અને આરોગ્ય સ્થિતી સુધારવા માટેનો છે.તદ્ ઉપરાંત સગર્ભા,ધાત્રી માતાઓ અને કિશોરીઓ, બાળકોના વાલીઓ માટે બાલશક્તિ,પૂર્ણાશક્તિ,માતૃશક્તિ પુરવઠો લાભાર્થીઓને આપવામા આવે છે.સુખડી પણ બનાવીને આપવામા આવે છે.સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત મળતો પુરવઠો ભ્રષ્ટ અધિકારી કે કર્મચારીની મિલીભગત થી બારોબાર વેચી દીધાનાં કૌભાંડો જાહેર થયેલા છે.આવો એક કિસ્સો અમરેલી જીલ્લાનાં લીલીયા ગામે આદર્શ સોસાયટી,પટલનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર. ૯ નાં વર્કર દ્રારા લાભાર્થીઓને આપવાને બદલે પોતાના ઘરે રાખેલ બાલશક્તિ,પૂર્ણાશક્તિ,અને માતૃશક્તિના પેકેટો બારોબાર રૂપિયા લઈને વેંચતા હોવાની ફોટા અને વિડીયો કલીપ સાથેની ફરીયાદ કલેકટર અને લીલીયા આઈ. સી.ડી.એસ.નાં અધિકારીને રજુઆત સાથે આ કૌભાંડ મા જે કોઈ સંડોવાયેલા હોય તેઓની સામે તપાસ કરી કડક કાર્યવાહી કરી કાનૂની રાહે પગલાં ભરવા માંગ કરી હોવાનું જાણવા મળેલ છે.અહેવાલ અતુલ શુકલ દામનગર.




