*આગામી પેટા ચૂંટણી સંદર્ભે મતદાર યાદીમાં નામ નોંધાવવા તાકીદ કરાઈ*
અમરેલી, તા: ૧૦ જુલાઈ ૨૦૨૦
અમરેલી જિલ્લામાં ૯૪–વિધાનસભા મતવિભાગની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી નજીકના દિવસોમાં યોજાવાની સંભાવના છે. જેના અનુસંધાને હાલમાં મતદારયાદીની સતત સુધારણા ચાલુ હોઈ, તા.૧/૧/૨૦૨૦ ની લાયકાતની તારીખે જે વ્યકિતના ૧૮ વર્ષ પૂર્ણ થઈ ગયેલ છે અને જેનું નામ મતદારયાદીમાં નોંધવાનું હજું બાકી હોય તેના નાગરિકોને પોતાના નામ મતદાર યાદીમાં ઉમેરવા તથા અવસાન/સ્થળાંતર/લગ્ન વગેરે જેવા કિસ્સાઓમાં નામ કમી કરવા તથા હાલની મતદાર યાદીમાં મતદારો નામમાં કોઈ ભૂલ હોય તો તેવા મતદારોએ નામ/વિગતમાં સુધારો કરાવી લેવા એક યાદીમાં જણાવવામાં આવે છે. મતદારયાદીમાં નામ ઉમેરવા, સુધારવા તથા કમી કરવા માટે ૯૪-ધારી વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી, ધારી તેમજ વ્યક્તિ જે તાલુકામાં નિવાસ કરતી હોય તે તાલુકાની મામલતદાર કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.
મતદારયાદીમાં કોઈ વ્યકિતનું નામ છે કે કેમ? તે જોવા માટે www.nvsp.in ઉપર, VOTER HELPLINE એપ્લિકેશન મારફત અથવા હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કર્યેથી જરૂરી માહિતી મળી શકશે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
