Gujarat

ઊના આઇ સી ડી એસ કચેરી જર્જરીત, સ્લેબના પોપડા મોત સમાન…

ઊના શહેરના બહુમાળી સોસાયટી વિસ્તારમાં આવેલ પટેલ બોર્ડિગ ખાતે તાલુકાની આઇ સી ડી એસ કચેરી છેલ્લા ઘણા વર્ષોથી ભાડા પર ચાલતી હોય ત્યારે આ કચેરીના સ્લેબ પર નજર કરવામાં આવે તો રૂમની અંદર સ્લેબના પોપડા ઉખડી ગયેલ જોવા મળી રહ્યા છે. ત્યારે કચેરીમાં કામ કરતા તમામ કર્મચારી અધિકારીનું જીવ જોખમમાં મુકાયેલ હોવાનું જોવા મળે છે. જોકે ગમે ત્યારે દુર્ઘટના બને તો જવાબદાર કોણ ? હાલ આ કચેરીનું રેનોવેશનની કામગીરી શરૂ હોવાનું જાણવા મળે છે. પરંતુ હાલ જર્જરીત બિલ્ડીંગમાં કામગીરી કરતા કર્મચારીઓ ઉપર સ્લેબના પોપડા મોત સમાન હોય આથી આ જર્જરીત આઇ સી ડી એસ કચેરીને તાત્કાલીક રીનોવેશન કરાવવામાં આવે તેવી કર્મચારીઓની માંગણી ઉઠવા પામેલ છે.

-જર્જરીત-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *