Gujarat

કઠલાલ સરદારજીના બાવલા પાસે સાધ્વી સરસ્વતીજીની ધર્મસભા યોજાઇ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ શહેર અને તાલુકા તેમજ વિશ્ચ હિન્દુ પરિષદ પ્રેરીત સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધર્મ સભા યોજવામાં આવી. કઠલાલ માં આવેલ સરદારજીના બાવલા પાસે ધર્મ સભા યોજાઈ હતી જેમાં સાધ્વી સરસ્વતીજી એ ધર્મ સભાને સંબોધી હતી અને હજારોની સંખ્યામાં ધર્મ સભામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મ સભામાં મહંત યોગેશદાસજી મહારાજ ખલાલ વીરભદ્ર હનુમાનજી મંદિર મંહત વિ એચ પી ઉત્તર ગુજરાત પ્રાત ધર્મ સરક્ષક આયામ,મંહત વિજયદાસજી મહારાજ
દંડી આશ્રમ ડાકોર,મંહત અનિરુદ્ધગીરી મહારાજ ઉટકંઠેસ્વર મંદીર,પુજ્ય ધ્યાનાનંદ મહારાજ મહાદેવ પુરા આશ્રમ,પુજ્ય રામદાસજી સંતરામ મંદીર ચકલાસી ,રવીનાથ ગુલાબનાથ વિસનગર ગોરક્ષ આશ્રમ,રાજેશભાઈ પટેલ
વિશ્ચહિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત સહીત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાધ્વી સરસ્વતીજીએ રામ નવમી નિમિત્તે સહયોગ કરનાર સૌ નાગરિકોને તલવાર અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું તેમજ કઠલાલ નગર અને તાલુકાની ધર્મપ્રેમી જનતાએ પણ સાધ્વી સરસ્વતીજી નું ભવ્ય સ્વાગત કર્યું હતું.સાધ્વી સરસ્વતીજીએ પોતાની બોલવાની અલૌકિક છટા થી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.સાધ્વી સરસ્વતીજી એ ફાગવેલ ના ક્ષત્રિય શુરવિર ભાથીજી મહારાજ ના દર્શન કર્યા હતા અને સોંઢેલી નગરીમા એમપી વસાહત માં આદીવાસી સમાજના ભાઈઓ સાથે મુલાકાત પણ કરી હતી અને હિન્દુ ધર્મ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી તેમજ પોતાના ધર્મને ક્યારેય છોડવો નહીં અને ધર્મ સાથે જ રહેવું તે બાબતે પણ સમજણ આપી હતી. કઠલાલ ખાતે યોજાયેલ સાધ્વી સરસ્વતીજીની ધર્મસભામાં સમસ્ત કઠલાલ નગર અને તાલુકા ના ગામે ગામથી ભાઈઓ-બહેનો વડીલો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાધ્વી સરસ્વતી જીની વાણીનો લાહ્વો લીધો હતો. કઠલાલ 10 એપ્રિલના રોજ રામનવમી નિમિતે સવારે 8 કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાનાર છે જેમાં પણ મોટી સંખ્યામાં રામ ભક્તો ને ઉપસ્થિત રહેવા સાધ્વી સરસ્વતીજીએ આહવાન કર્યું હતું.

IMG-20220409-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *