Gujarat

મહુધા તાલુકાના મંગળપુર ગામ પ્રાથમિક શાળા ખાતે ” સેવા સેતુ “કાર્યક્રમ યોજાયો

તસવીર ,મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત સરકાર નો મહત્વનો પ્રજાલક્ષી કાર્ય ” સેવા સેતુ ” નો કાર્યક્રમ મહુધા તાલુકાના મંગળપુર પ્રાથમિક શાળામાં યોજાયો હતો આ સેવા સેતુ અંતર્ગત મહુધા તાલુકાના,સાપલા,બગડુ,ખુટજ,મુલજ,ભુમસ,હજાતિયા,સીધાલી તેમજ મંગળપુર ગામનાં લાભાર્થીઓને લાભ અને અરજીઓનો નિકાલ તાત્કાલિક કરવામાં આવ્યા હતા જ્યારે  આ પ્રસંગે  ખેડા જિલ્લા કલેકટર  બચાની સાહેબ દ્વારા નિરિક્ષણ કરી અને તાલુકાના વિકાસનાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમ (૮ મોં તબક્કો) માં ખેડા જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી  નટુભાઈ સોઢા,તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ  પરમાર રાયસિંગભાઈ,તાલુકા પંચાયત ઉપ પ્રમુખ નાં પ્રતિનિધિ  મુકેશભાઈ સોઢા,કારોબારી અધ્યક્ષ  પરમાર જેતસિહભાઈ,મહામંત્રી  નરસિંહભાઈ ભોજાણી,સ્થાનિક તાલુકા સભ્ય (સાપલા-૧૫) મુકેશભાઈ દરબાર,ગામનાં સરપંચ  બારૈયા રમીલાબેન,વડીલ પુર્વ પ્રમુખ બહાદુરસિંહ સોલંકી અને મામલતદાર  સોલંકી ક્રિષ્નાબેન,તાલુકા વિકાસ અધિકારી  પટેલ અમીતભાઈ,નાયબ મામલતદાર ,તલાટી મિત્રો,ગ્રામસેવક તેમજ અનેક લાભાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220409-WA0070.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *