Gujarat

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં ભગવાન શ્રી રામ જન્મોત્સવ નીમીતે ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું

જાફરાબાદ રામનવમીના પાવન અવસરે પ્રભુ શ્રી રામ ના જન્મ ઉત્સવ નિમિત્તે અતિ વિશાળ સંખ્યામાં શોભવનારી રામ ભક્તોની સાગરરૂપી લેહર જોવા મળી હતી
આ તકે વિશ્વહિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS અમરેલી જિલ્લાના સભ્ય શ્રી કરશનભાઈ ભીલ,તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ મનહર ભાઈ બારૈયા અને સરમણ ભાઈ બારૈયા તેમજ તમામ હિન્દુ ધર્મ પ્રેમી સાથે મળી રામનવમીના દિવસે પ્રભુ શ્રી રામ ના જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં તમામ ધર્મ પ્રેમી જનતા તેમજ આજુ બાજુ ગામના બાબરકોટ,વરશરૂપ, મતિયાલા,વાંઢ,રોહિશા,કડિયાળી,વગેરે ગામ ના લોકો બહોળી સંખ્યામાં લોકો એ ભાગ લિધો હતો ડીજે ની સાથે શોભાયાત્રા નીકળી હતી અને ડી.જે.ની તાલે રામ ભક્તો જુમી ઉઠયા હતા
જાફરાબાદ તાલુકાના આજુ બાજુના ગામડા ના લોકો તેમજ જાફરાબાદ ના લોકો  15 દિવસથી તૈયારી રામ ભક્તો કરી રહિયા હતા ધર્મ પ્રેમી સાથે રહીને શ્રીરામ ની શોભાયાત્રા કાઢી હતી
 રથયાત્રા જાફરાબાદના  રામજી મંદિરે ઉચાણીયા થી શોભાયાત્રા તેમના રૂટ પ્રમાણે પૂરા જાફરાબાદમાં ફેરવવામાં આવી હતી. ધર્મ પ્રેમીયો કામધંધા બંધ રાખી હાજર રહિયા હતા
 વેપારીએસોસંન પણ સાથે રહી હાજરી આપી હતી જય શ્રી રામના નાદ કરી જાફરાબાદ રામ ભકિતમાં રંગાય ગયું હતું ને રથયાત્રા ગુજી ઉઠી હતી  અને ધર્મ પ્રેમી જનતા દ્વારા ઠંડા પીણા નું વિતરણ કરવામાં આવ્યું હતુ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યું હતુ.

IMG-20220410-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *