Gujarat

અંકલેશ્વર જીઆઈડીસી પાસેથી ૧.૪૭ લાખનો વિદેશી દારૂ પકડાયો

ભરૂચ
ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના કુખ્યાત બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો કિરીટ પરીખએ પીકઅપ ગાડી નંબર-(જીજે-૦૫-બીઝેડ-૩૭૦૭)માં વિદેશી દારૂનો જથ્થો લાવી ગોકુલધામ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પાર્કિંગમાં મુક્યો છે જેવી બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પીકઅપ ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૪૭૨ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૧.૪૭ લાખનો દારૂ અને ગાડી મળી કુલ ૬.૪૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના કુખ્યાત બુટલેગરનો વિદેશી દારૂ ભરેલી પીકઅપ ગાડી ગોકુલધામ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પાર્કિંગમાંથી ઝડપી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *