Gujarat

રાજકોટ શહેર સુલભ શૌચાલયમાં મજુરોને ગાંજાની લતે ચડાવી માદક પદાર્થોનું વેચાણ કરતા બે શખ્સોને S.O.G ની ટીમે ઝડપી પાડયા છે

*રાજકોટ શહેર સુલભ શૌચાલયમાં મજુરોને ગાંજાની લતે ચડાવી માદક પદાર્થોનું વેચાણ કરતા બે શખ્સોને S.O.G ની ટીમે ઝડપી પાડયા છે.*

*રાજકોટ શહેર તા.૧૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પાંજરાપોળ પુલથી રામનાથપરા તરફ આવતા રસ્તે આવેલા શુલભ શૌચાલય પર ગાંજાની પુડીઓ વેચવાનું રેકેટ ચાલતુ હોવાની માહીતી આધારે S.O.G ની ટીમે દરોડો પાડયો હતો. શુલભ શૌચાલય પર નોકરી કરતા જામકંડોરણાના સાતુદડ વાવડીના વતની બીપીન કાકુભાઇ ચંદવાણીયા (ઉ.પર)ને તથા પડીકીઓનો જથ્થો આપવા આવેલા સુત્રધાર રામનાથપરા ગરૂડ  ગરબી ચોકમાં શેરીનં.ર માં રહેતા મોસીન ઉર્ફે જાડો સુલેમાનભાઇ બુધીયા (ઉ.૩૪)તે ઝડપી લેવાયા હતા. બીપીન તથા મોસીન પાસેથી નાની-નાની ૭૫ પડીકીઓ તેમજ અન્ય જથ્થો મળી ૨૬૩.૬ ગ્રામ જથ્થો કબજે લીધો હતો. P.I આર.વાય.રાવલના જણાવ્યા મુજબ બીપીન શૌચાલય પર નોકરી કરે છે. જયારે મોસીન સપ્લાયર છે. મોસીન બીપીનને એક બે દિવસે ૩૦,૪૦ પડીકીઓ આપી જતો હતો. અને બીપીન એ શૌચાલયમાં નશાખોરને ૧ર૦ રૂપિયા લેખે વેચતો હતો. જેના બદલામાં મોસીનને રોજીંદા ૩૦૦ રૂપિયા મહેનતાણુ આપતો હતો.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200715-WA0111.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *