Gujarat

I.T.R.A દ્વારા હદયરોગનાં નિદાન માટે શિબિરનું આયોજન  

જામનગર તા.૧૨ એપ્રિલ, જેમને હદયરોગનો હુમલો આવ્યો હોય અને ત્યારબાદ શ્વાસ ચડવો, છાતીમાં ઝીણો દુ:ખાવો રહેવો વગેરે જેવા લક્ષણો હોય એવા દર્દીઓ માટે હદયની ક્ષમતા વધે તે માટે આયુર્વેદ યુનિવર્સિટી I.T.R.A ના કાયચિકીત્સા વિભાગ દ્વારા રાહત દરે નિદાન અને શિબિરનું તા.૨૦ એપ્રિલ થી ૨૧ એપ્રિલ (બુધવાર તથા ગુરૂવાર)ના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન, ઓપીડી નં ૧૩ આઈ.ટી.આર.એ. હોસ્પિટલ, રિલાયન્સ મોલની સામે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં વધુમા વધુ દર્દીઓએ લાભલેવા કાયચિકિન્સા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા અનુરોધ કરાયો છે.

૦૦૦૦૦૦

વિરેન્દ્રસિંહ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *