Gujarat

ગુજરાતમાં પ્રથમ ટાઇગર સફારી પાર્ક સ્થાપશે

અમદાવાદ
ફેબ્રુઆરી ૨૦૧૯માં એક વાઘ મધ્યપ્રદેશમાંથી મહિસાગર જિલ્લામાં ભટકી ગયો હતો, બે વર્ષ દરમિયાન ૩૦૦ કિમીની ટ્રેકિંગ કરી હતી. આ દુર્લભ ઘટનાની આસપાસની ઉત્તેજના અલ્પજીવી હતી. કારણ કે, કેમેરામાં કેદ થયાના પખવાડિયા બાદ પ્રાણી ભૂખમરાથી મૃત્યુ પામ્યું હતું. આ વાઘ જાેવા મળ્યાના થોડા મહિના પહેલા, નવેમ્બર ૨૦૧૮ માં વન સલાહકાર સમિતિએ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ૮૫ હેક્ટરના ટાઇગર સફારી પાર્ક માટે મંજૂરી આપી હતી. જાેકે, એ બાદ કોઇ કારણોસર પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ૨૫ કિમી દૂર તિલકવાડા ખાતે પાર્ક બનાવવાની યોજના હતી. જે બાદમાં તેઓએ સ્થળ પર પ્રવાસનને વેગ આપવા માટે વિશ્વભરના વિદેશી પ્રાણીઓ સાથેનો ઝુલોજિકલ પાર્ક બનાવવાનું નક્કી કર્યું છે. તેથી સફારી પાર્કનો વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન ડાંગ ખાતેની જગ્યાને ચિત્તા સફારી પાર્ક માટે મંજૂર કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાળાઓએ તેમનો વિચાર બદલી નાખ્યો અને વાઘ સફારી પાર્કની યોજનાને પુનર્જીવિત કરી હતી. તાજેતરની દરખાસ્તમાં, આહવા-ડાંગના ઝખાના અને જાેબરી ગામમાં ૨૮.૯૬ હેક્ટર જમીન નિર્ધારિત કરવામાં આવી છે. પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે, જે પ્રાણીઓના ઘેરાવા, પશુ ચિકિત્સા સુવિધાઓ અને પ્રવાસીઓ માટે સુવિધાઓની કલ્પના કરે છે. વન વિભાગ કેવડિયાથી ચાર કલાકના અંતરે આવેલા ટાઈગર સફારી પાર્કમાં દીપડાઓ માટે એક એન્ક્‌લોઝર, શાકાહારી પ્રાણીઓ માટે વાડો અને પક્ષીસંગ્રહ રાખવાની પણ યોજના ધરાવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એ તેના માટે પહેલાથી જ પ્લાનને મંજૂરી આપી દીધી છે. ટાઈગર સફારી માટે આગળ વધવાનું બાકી છે. અમે યોજનાના પ્રારંભિક તબક્કે છીએ. અમે સિંહ સફારી પાર્કની જેમ જ દેવળીયામાં વાઘ સફારી પાર્કમાં ઝૂ જાતિના પ્રાણીઓ લાવીશું. પ્રવાસીઓને પર્યટન માટે ઓપન જીપનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ વાઘ, એક વાઘણ અને તેના બચ્ચાના બે સેટ રાખવાની યોજના ધરાવે છે. અન્ય પ્રાણીઓના બદલામાં આ પ્રાણીઓને પાર્કમાં લાવવામાં આવશે.વન્યજીવ પ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. એશિયાટીક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગુજરાતમાં ટૂંક સમયમાં વાઘની એન્ટ્રી થશે અને તેનું ગૌરવ વધારશે. ડાંગની હદમાં વાઘ જાેવા મળ્યાના ત્રણ દાયકા બાદ રાજ્યના વન વિભાગ દ્વારા સાપુતારા નજીક સમઢણ રેન્જમાં ટાઈગર સફારી પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે. ગુજરાત એકમાત્ર પશ્ચિમી રાજ્ય છે, જેમાં વાઘની હાજરી નથી. જાેકે, હવે સફારી પાર્કની યોજના સાથે, રાજ્યમાં ચાર બચ્ચા સહિત આઠ પ્રાણીસંગ્રહાલયમાં ઉછરેલા વાઘ હશે.

tiger-safari-in-gujarat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *