સુરતમાં ટ્રાફિક પોલીસ ૨૧ દિવસ સુધી ટ્રાફિક નિયમ તોડતાં લોકોને દંડ નહીં કરે
સુરતમાં ટ્રાફિક પોલીસ અનોખી અને નવી પહેલ લઈને આવી છે કોરોના નાં વાઈરસના લઈ આવેલા લોકડાઉન માં લોકોને કામ ધંધો અને રોજીરોટી નથી લોકડાઉન ને લઇ લોકોની આર્થિક રીતે કમર ભાંગી ગઇ છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ જે વાહન ચાલકો ટ્રાફિક નાં નિયમો નો ભંગ કરતા હોય છે તેને ટ્રાફિક પોલીસ દ્વારા તોતીંગ દંડ વસૂલવામાં આવતો હતો તે હવેથી સુરત ટ્રાફિક પોલીસ ૨૧ દિવસ માટે લોકો પાસેથી દંડ ની વસુલાત કરશે નહીં એક બાજુ કામ ધંધો નથી ત્યાંરે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને પકડી દંડ વસૂલવામાં આવતો હતો તેને લઈ સુરત શહેરના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોમાં રોષ જોઈ સુરત પોલીસે હવેથી દંડ નહીં વસૂલવાનો નિર્ણય કર્યો સુરત પોલીસ હવેથી ૨૧ દિવસ માટે I FOLLOW નામનું કેમ્પેઇન ચલાવશે જેમાં નિયમ તોડનાર પાસેથી અનોખી રીતે ટ્રાફિક માં નિયમો પાળવા માટે નાં શપથ લેવડાવવામાં આવશે I FOLLOW શરૂ કરી લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવશે
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


