લંડન
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જાેનસન અને નાણા મંત્રી ઋષિ સુનક પર કોવિડ-૧૯ લૉકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે દંડ ફટકારવામાં આવશે. સ્કૉટલેન્ડ યાર્ડ પોલીસ મુજબ, આવા ૫૦થી વધુ લોકોને દંડ માટે નોટિસ જાહેર થશે, જેઓએ પ્રધાનમંત્રીના સરકારી આવાસ અને સરકારી કાર્યાલયોમાં લૉકડાઉનમાં પાર્ટી કરી કે તેમાં સામેલ થયા. જાેનસન પર કોરોના મહામારી દરમિયાન પાર્ટી યોજવા અને લોકોનો જીવ જાેખમમાં મૂકવાનો આરોપ લાગ્યો હતો. તપાસમાં જાેનસને પાર્ટી યોજવાની વાત કબૂલી હતી.
