રાજકોટ
ફરી એક વાર રાજકોટમાં કાયદો ભંગ કરતા યુવાનો નો વીડિઓ વાઈરલ થતા પોલીસ એક્શન માં આવી, ૧૫૦ ફૂટ રિંગ રોડમાં બીઆરટીએસ રૂટ પર ઘોડેસવારી કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં ઘોડા સાથે યુવાનોએ નિયમો નેવે મૂકી ઘોડેસવારી કરતા જાેવા મળ્યા હતા. જેને પગલે ગાંધીગ્રામ પોલીસે ૫ યુવકોની નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા ધરપકડ કરી છે.
હાલ ગાંધીગ્રામ પોલીસે આરોપી રાજ શિયાર, કેતન સોનારા, સુરેશ ડાંગર, જનક ડંબર, અને રાજેશ હુંબલની ધરપકડ કરી છે. જયારે હજુ એક યુવકની ધરપકડ કરવાની બાકી હોય તેવું સામે આવી રહ્યું છે. આ યુવાનોએ ઘોડા ઉપર ઉભા રહી જાેખમી કરતબો કરતા પણ વીડિયોમાં કરતા હતા. જેમાં બે તો યુવકો ઘોડા પર ઉભા રહી કરી ઘોડેસવારી કરતા જાેવા મળે છે. આ ઘટના ને પગલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે અને આગળ બીજું કોઈ પણ વ્યક્તિ આવો ગુનો ના કરે તેની પણ તકેદારી રાખવામાં આવશે.
