દેશ ના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિ નિમિત્તે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડો બાબાસાહેબ આંબેડકરને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપી તાલુકાના શિક્ષક ભાઈ બહેનો એ સૂત્રોચાર સાથે… પેન્શન એ અમારો અધિકાર છે અને તે મેળવીને જ જંપીશું , જૂની પેન્શન યોજના ના અધિકાર માટે કોઈપણ લડત, આંદોલન, હડતાળ કે સત્યાગ્રહ રેલીના કાર્યક્રમમાં અમે સૌ સંપ- સહકારથી જોડાઈશું, ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા સમાજ જાગૃતિ અભિયાન ચલાવી અમે અમારો હક પુન: સ્થાપિત કરીશું તેવા સંકલ્પ પત્ર નું વાંચન કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષક ભાઈ બહેનો એ એક સાથે સંકલ્પ લીધો હતો. અને બાબાસાહેબ ની જન્મ જયંતી નિમિત્તે બાબાસાહેબ ને શ્રદ્ધાંજલિ આપી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા

