Gujarat

જામનગર આઈ.ટી.આઈ. ખાતે તા.૨૧ એપ્રિલના રોજ એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન

જામનગર તા.૧૫ એપ્રિલ,ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા.૨૧-૦૪-૨૦૨૨ના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહેશે તેમજ આ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી મેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ તેમજ ફોટોગ્રાફ સાથે ચોથો માળ, સેમિનાર હોલ, આઈ.ટી.આઈ, જામનગર ખાતે સવારે ૧૦.૩૦ કલાકે ઉપસ્થિત રહેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *