કોરોના કાળ માં જન્મદિવસ ઉજવણી ની અનોખી પહેલ સૅનેટાઇઝર સ્ટેન્ડની સુવિધા અપર્ણ કરી
વડિયા
સમગ્ર દેશ અને દુનિયા માં કોરોના મહામારી ના કહેર વચ્ચે ખુશીઓ થી ભરપૂર ઉજવણી એક ભૂતકાળ બની જવા પામી છે. ત્યારે લોકો એ કોરોના કાળ માં મદદ રૂપ બનવા જન્મદિવસ ની ઉજવણી રીત જ બદલી હોય તેમ કોઈ માસ્ક વિતરણ કરે છે. કોઈ સૅનેટાઇઝર વિતરણ કરે છે. એવી ઘટના બગસરા પોલીસ માં જોવા મળી છે. જેમાં વડિયા ના વતની અને બગસરા પોલીસ માં એએસઆઈ તરીકે ફરજ બજાવતા અલારખાભાઈ કુરેશી એ પોતાના પુત્ર પરવેજ ના જન્મદિવસ નિમિતે બગસરા પોલીસ સ્ટેશન માં સૅનેટાઇઝર સાથે સ્ટેન્ડ લોકો અને પોલીસ ને કોરોના થી સુરક્ષિત રાખવા મુકવામાં આવ્યુ. આ સુવિધા થી પોતાના પરીવાર સમાન સ્ટાફ ને કોરોના સામે રક્ષણ આપી ને જન્મદિવસ પાછળ થતા ખર્ચ ને એક સુવિધામાં પરિવર્તિત કરી અનોખી પહેલ કરી એક નવી દિશા ચીંધતા જોવા મળ્યા છે
રિપોર્ટર રાજુભાઈ કારીયા વડીયા


