Gujarat

રાજકોટ શહેર કોરોનાના કબજામાં આવી ગયું હોય તેમ આજરોજ વધુ ૨૬ લોકો કોરોના સંક્રમતિ થયા છે. જયારે ૧ દર્દીનો વાયરસે ભોગ લીધો છે.

*રાજકોટ શહેર કોરોનાના કબજામાં આવી ગયું હોય તેમ આજરોજ વધુ ૨૬ લોકો કોરોના સંક્રમતિ થયા છે. જયારે ૧ દર્દીનો વાયરસે ભોગ લીધો છે.*

*રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાનાં કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. માત્ર છેલ્લા ૩ દિવસમાં જ કોરોના વાયરસનાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. હાલ રાજકોટ કુલ ૫૬૭ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી ૨૬૪ દર્દીઓ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ પણ કોરોના કોવિડ કેરમાં તબદીલ કરી દર્દીઓ માટે સારવાર પુરી પાડશે. જેમાં અગાઉ ૮ ખાનગી હોસ્પિટલો કોરોના કોવિડ કેર જાહેર કરવામાં આવી હતી. જયારે આજરોજ વધુ ૩ ખાનગી હોસ્પિટલ કોરોના દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવી છે. જેમાં સોરઠીયાવાડી રોડ પર નટેશ્ર્વર મંદિર પાસે આવેલી નિલકંઠ કોવિડ હોસ્પિટલ અને રૈયા ચોકડી પાસે આવેલી સેલસ હોસ્પિટલ આજરોજથી કોરોના દર્દીઓની સારવાર માટેનો પ્રારંભ કરી ચુકી છે. જયારે ભકિતનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલ પણ આગામી ૨૧મી તારીખથી કોરોના કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200718-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *