હાઇવે પર ભાદર નદીના પુલ પાસે આવેલ ચોકડી પર અકસ્માત.
રાજકોટ- પોરબંદર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત માં એસટી ડ્રાયવર સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત ને સારવાર માટે જેતપુર સિવિલ માં ખસેડવામાં આવ્યાલ હતા.
ઘટનાની વિગત મુજબ રાજકોટ પોરબંદર હાઇવે પર રાજકોટથી જુનાગઢ જઈ રહેલ રાજકોટ- જુનાગઢ એસટી બસ નં જીજે ૧૮ ઝેડ ૫૯૩૬ આગળ જઈ રહેલ ટ્રકે અચાનક આગળથી બ્રેક મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસમાં સવાર મુસાફરો (૧) અમગ પાડે (૨) દર્શનાબેન દેસાઈ (૩) વિજયાબેન વઘાસીયા (૪)રવજીભાઈ વઘાસીયા તેમજ કિશોરભાઈ રાણાભાઈ ડાંગર એસટી ના ડ્રાઇવર સહિત ૪ વ્યક્તિને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
અકસ્માતના પગલે એસટી બસમાં સવાર મુસાફરોમાં દેકારો મચી ગયો હતો. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતાં આજુ બાજુના લોકો મદદ કરવા માટે દોડી આવ્યા હતા. જો કે અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક ચકજામ થઈ ગયો હતો. સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને હાઇવે પર થયેલા ટ્રાફિકને દૂર કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108માં જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
હરેશ ભાલીયા જેતપુર


