*રાજકોટ શહેરમાં અગાસી પરથી પટકાયેલી બાળકીમાં કોરોનાના વાયરસના લક્ષણો જોવા મળીયા રિપોર્ટ કરાવાયો.*
*રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોઠારીયા રોડ ઉપર આવુલા જુના ગણેશનગરમાં રહેતી જીયા ભીખાલાલ રાઠોડ નામની 9 વર્ષની માસુમ બાળકી બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગાસી ઉપર રમતા રમતા નીચે પટકાઈ હતી. માસુમ બાળાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે પ્રથમ દોશી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબોએ માસુમ બાળકીને કોરોનાના લક્ષણો હોવાનખી શંકા વ્યક્ત કરી હતી. માસુમ બાળકીને કોરોના વાયરસની તબીબે શંકા વ્યક્ત કરતા પરીવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ચિંતિત પરીવારે માસુમ જીયા રાઠોડને તાત્કાલીક કોવિડ-19 હોસ્પીટલમાં દાખલ કરી દીધી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


