Gujarat

પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા પિતાએ ઝેરી દવા પી જીવ દીધો

જેતપુરના નવાગઢમાં ઝેરી દવા પી લેનાર પ્રૌઢે સારવારમાં દમ તોડ્યો
જેતપુરના નવાગઢમાં પુત્રીએ પ્રેમ લગ્ન કરી લેતા પિતાને માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી પ્રૌઢે રાજકોટ સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે
બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરના નવાગઢમાં રહેતા જેન્તીભાઈ ખીમાભાઈ બગડા નામના ૪૫ વર્ષના પ્રૌઢ પોતાનાઘરે હતા ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી પ્રોઢને ઝેરી અસર થતાં બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે જેતપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરતા જેતપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે જરૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો . પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેન્તીભાઈ બગડા ચાર બહેનોના એકના એક ભાઈ હતાં જેન્તીભાઈ બગડાને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે જેમાં એક પુત્રી હીનાબેને બે મહિના પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા જે પ્રેમ લગ્નથી માઠું લાગી આવતા પિતા જેન્તીભાઈ બગડાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે જેતપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *