ઇસ્લામાબાદ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની એસેમ્બલીમાં મારપીટની ઘટના ઘટી છે જે શરમજનક છે. વિધાયકોએ એકબીજા સાથે મારામારી કરી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ અને શાહબાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનના વિધાયકો વચ્ચે મારામારી થઈ. ઈમરાન ખાન હાલ પાકિસ્તાનમાં સત્તા ગૂમાવી ચૂક્યા છે. તેમની જગ્યાએ પીએમએલ-એનના અધ્યક્ષ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. પંજાબ પ્રાંતની એસેમ્બલીમાં ખુબ હોબાળો થયો. ડેપ્યુટી સ્પીકર પર પીટીઆઈ અને ઁસ્ન્ઊ ના વિધાયકોએ હુમલો પણ કર્યો હોવાના સમાચાર છે. ઈમરાન ખાનની ખુરશી ગયા બાદ તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકરો નારાજ છે. જે પંજાબ એસેમ્બલીમાં જાેવા મળ્યું. અત્રે જણાવવાનું કે લાહોર હાઈકોર્ટે શુક્રવારે પંજાબ વિધાનસભાને નિર્દેશ આપ્યા હતા કે રાજ્યના બીજા સૌથી મોટા પ્રાંતના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ૧૬ એપ્રિલ પહેલા મતદાન કરાવવામાં આવે. આ પદ ઉસ્માન બજદારના રાજીનામા બાદ ખાલી પડ્યું છે. આ અગાઉ નવા મુખ્યમંત્રી માટે મતદાન ૩ એપ્રિલના રોજ થવાનું હતું. પરંતુ પ્રદર્શન કરી રહેલા વિપક્ષી નેતાઓ દ્વારા કથિત રીતે વિધાનસભા હોલમાં તોડફોડ થવાના પગલે તેને ૬ એપ્રિલ સુધી સ્થગિત કરી દેવાયું. જાે કે ત્યારબાદ તેને ૧૬ એપ્રિલ સુધી ટાળવામાં આવ્યું. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નીકટના ઉસ્માન બજદારે ૧ એપ્રિલના રોજ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પંજાબ વિધાનસભાએ સદનના નવા નેતાની પસંદગી માટે સત્ર બોલાવ્યું હતું. પછી જ્યારે પંજાબ વિધાનસભાનું સત્ર બોલાવ્યું તો સત્તાધારી પીટીઆઈના વિધાયકોએ ડેપ્યુટી સ્પિકર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો. પ્રસ્તાવ રજૂ કરાયા બાદ પંજાબ વિધાનસભાને સરકારે સીલ કરી દીધી અને ત્યાં ભારે પોલીસકર્મી તૈનાત કરાયા હતા. આ બાજુ નેશનલ એસેમ્બલીમાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. આ બેઠકમાં ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીને હટાવવા અને નવા સ્પીકરની ચૂંટણી પર મતદાન થવાનું હતું. પરંતુ પોતાના વિરુદ્ધ મતદાનમાં હારના ડરથી તેમણે મતદાન પહેલા જ રાજીનામું આપી દીધુ. ત્યારબાદ હવે નવા સ્પીકર માટે કવાયત તેજ થઈ છે. અત્રે જણાવવાનું કે પીપીપી અને પીએમએલ-એનએ ૮ એપ્રિલના રોજ તેમના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા.