Gujarat

ભરૂચ હાઈવે પર ટોલ ટેક્ષ પાસે ટ્રકની કેબીનમાં આગ ભભૂકી નાસભાગ થઇ, સદભાગ્યે કોઈને જાનહાનિ નથી થઇ

ભરૂચ
ઉનાળા ના દિવસો માં ગરમી નો પ્રકોપ વધ્યો છે તેની સાથેજ આગ ના બનાવોમાં પણ વધારો નોંધાયો છે, ઘટના ભરૂચ હાઇવે ઉપર ટોલ ટેક્ષ પાસે ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી, ટ્રક ચાલક ઝઘડિયાથી ભરૂચ બાજુ આવી રહ્યો હતો. તે દરમિયાન ટોલ ટેક્ષ પાસે અચાનક ટ્રકની કેબીનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે ટ્રક ચાલક સમયસુચકતા વાપરી નીચે ઉતરી ગયો હતો અને જાેત જાેતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનાને પગલે રાહદારીઓએ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરી હતી. ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ટ્રકમાં આગ શોર્ટ સર્કિટને પગલે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *