Gujarat

રાણપુર શહેરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો યોજાયો..

જીલ્લા આરોગ્ય અધિકારી તેમજ આગેવાનો હાજર રહ્યા,તાલુકાના ૪૧૧ લાભાર્થીએ આરોગ્ય મેળા નો લાભ લીધો…
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દરેક તાલુકા કક્ષાએ તા.૧૮/૦૪/૨૨ થી તા.૨૨/૦૪/૨૨ દરમિયાન તાલુકા આરોગ્ય મેળો -૨૦૨૨ યોજવા આદેશ થયેલ જે કાર્યક્રમ અન્વયે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં તાલુકા હેલ્થ કચેરી રાણપુર દ્વારા તા.૧૯/૦૪/૨૦૨૨ ના તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન અમૃતલાલ દલપતભાઇ શેઠ હોસ્પિટલ રાણપુર ખાતે ચેરપર્સન આરોગ્ય સમિતિ જીલ્લા પંચાયત-બોટાદ શ્રીમતી સંગીતાબેન પી.ગાબાણીના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ જેમાં  તાલુકા આરોગ્ય મેળામાં  યુનિક હેલ્થ આઈ. ડી. કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ (AB-PM-JAY),લેબોરેટરી સેવાઓ,આરોગ્યની પાયાની સેવાઓ,નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબિટીસ, બી.પી., કેન્સર, ટી.બી. જેવા રોગોનુ નિદાન અને જરૂરી દવાઓ આપવામાં આવેલ,યોગા દ્વારા સારું સ્વાસ્થ્ય તેમજ વિવિધ  ચેપી રોગો અને બિન ચેપી રોગોનાં અટકાયતી ઉપાયો વિષે માહિતગાર કરવામાં આવેલ જેમાં રાણપુર તાલુકાના ૪૧૧ લાભાર્થીએ આરોગ્ય મેળાનો લાભ લેવામાં આવેલ ઉપરોક્ત કાર્યક્રમમાં રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,મુખ્ય બોટાદ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેન્દ્ર રંગુનવાલા,અધિક જીલ્લા આરોગ્ય અધિકારી, આર.સી.એચ.ઓ.બોટાદ, જિલ્લા ક્ષય અધિકારી-બોટાદ,બોટાદ જીલ્લા સિંચાઈ સમિતીના ચેરમેન વિરમભાઈ મીઠાપરા,જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભગવતસિંહ દાયમા,જીલ્લા પંચાયત સદસ્ય મનીશભાઈ ખટાણા,કેશુભાઈ પંચાળા,ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,તાલુકા પંચાયતના ન્યાય સમિતીના ચેરમેન હીરાભાઈ ખાણીયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,નરેન્દ્રભાઈ દવે,શહેર ભાજપ મહામંત્રી હરીભાઈ સભાડ તેમજ રાણપુર તાલુકા પંચાયતના સદસ્યો ખાસ ઉપસ્થિતિ રહેલ અને આરોગ્ય મેળાને સુશોભીત કરેલ ઉપરોક્ત હેલ્થ મેળાને સફળ બનાવવા તાલુકા હેલ્થ કચેરી રાણપુર તેમજ તાલુકા હેલ્થ કચેરી હસ્તકના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી/કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે હતી.જ્યારે આ પ્રસંગે રાણપુર તાલુકા આઈ.સી.ડી.એસ.શાખાના સી.ડી.પી.ઓ.રેહાનાબેન કાઝીની આગેવાનીમાં વિવિધ વાનગીઓ બનાવી સ્ટોલ ઉભો કરવામાં આવેલ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220419-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *