Gujarat

બાકી રહી ગયેલી અને નવી શરૂ થનાર સિરિઝમાં વાહનના  પસંદગીના નંબર મેળવવા માંગતા છોટાઉદેપુર જિલ્લાના વાહન માલિકો જોગ

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા ટુ-વ્હીલ વાહનોની બાકી રહેલી સિરિઝ GJ34 E, F,J & K અને નવી સીરીઝ GJ 34 L ના તેમજ ફોર- વ્હીલ વાહનોની સીરીઝ GJ34H ના ગોલ્ડન -સિલ્વર નંબરો માટેની હરાજી તા.૨૮/૦૪/૨૦૨૨ ના રોજ રજીસ્ટ્રેશન ખોલવામાં આવશે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન દિવસ-૭ માં  કરાવી ONLINE https: vahan.parivahan.gov.in /fancy  પર રજિસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.
તા.૨૩/૦૪/૨૦૨૨ થી તા ૨૫/૦૪/૨૦૨૨ સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા ના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૬/૦૪/૨૦૨૨થી તા.૨૭/૦૪/૨૦૨૨ ના રોજ AUCTION નું બિડિંગ ઓપન થશે. તા.૨૮/૦૪/૨૦૨૨ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ અત્રેની કચેરીએ જમા કરાવવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવો. સમય બહાર ની અરજીઓ રદ કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *