*રાજકોટ શહેર કોર્ટમાં ફીઝીકલ કામગીરી ચાલુ કરવા આજે ડિસ્ટ્રીકટ જજને વકિલોએ ફિઝીકલ કામગીરી ચાલુ કરવા રજુઆત કરવામાં આવી હતી.*
*રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ર૪ અદાલતો પૈકી ૧ર અદાલતોમાં આભાસી કાર્ય ચાલે છે. અરજન્ટ કાર્યવાહી સીવાય કોઇ કાર્ય થતું નથી. હાઇકોર્ટે અને રાજયની અદાલતોમાં ફિઝીકલ કામગીરી ચાલુ કરવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર દિલીપ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વકિલોએ ઉપસ્થિત રહી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને રજુઆત કરી તાત્કાલિક ધોરણે ફિઝીકલ કોર્ટની કામગીરીનો પ્રારંભ કરવા તેમજ રાજયની તમામ કચેરીઓ ધમધમતી હોયતો અદાલતોમાં કેમ કામગીરી બંધ તેઓ વૈદ્યક સવાલ કર્યો હતો. તેમજ લોકોને ઝડપી અને સરળ રીતે ન્યાય માટે આભાસી કોર્ટોને બદલે ફિઝીકલ અદાલતો ચાલુ કરવા તેમજ કોરોનાનાં કાર્યકાળમાં વકિલોની આર્થિક કેડ ભાંગી ગઈ છે. આજથી જુનિયર વકિલોએ અન્ય કામ ધંધા તરફ વળી રહ્યા છે. ફિઝીકલ કામગીરી અને સરકારનાં ધારાધોરણ મુજબ કરવા રજુઆત કરવામાં આવી છે. આ તકે મોટી સંખ્યામાં વકિલો ઉપસ્થિત રહ્યા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


