*રાજકોટ શહેર આરોગ્ય સચિવ બાદ રેવન્યુ સચિવે કોરોનાની સમીક્ષા કરી. ૪૮ કલાકમાં ૨૧ ના મોતથી ફફડાટ.*
*રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મુખ્યમંત્રીના હોમ-ટાઉન રાજકોટ શહેરમાં કોરોના આગની માફક પ્રસરી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના ૨૫૦ કેસ વધી ગયા છે. ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ આક્રમણ રૂપે રફતાર પકડી રહ્યું છે. સાથોસાથ મોતનું પ્રમાણ પણ પરાકાષ્ટાએ પહોંચી ગયું છે. અમદાવાદ-સુરતની માફક રાજકોટ શહેરમાં મોતનો સિલસિલો વણથંભ્યો રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતની તબીબોની ટીમે ગત સપ્તાહે રાજકોટમાં કેમ્પ કર્યો હતો. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને રાજકોટ શહેરના ખાનગી ડોકટરો સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. શહેરમાં છેલ્લા એક પખવાડીયાથી કોરોના બેફામ બની ગયો છે. કોરોનાથી લોકોના ટપોટપ મોત બાદ આરોગ્ય સચિવે રાજકોટમાં થતાં મોત જાહેર ન કરવાનો આદેશ આપ્યો હતો. પરિણામે રાજકોટ મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા મોતના આંકડા છૂપાવવામાં આવી રહ્યા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


