મહેસાણા
મહેસાણા-જગુદણ હાઇવે પર જીજે ૨૪ એએ ૩૯૩૨ ગાડીના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા પશુ સંવર્ધન કેન્દ્રના મુખ્ય ગેટની બાજુની દીવાલ સાથે કાર ટકરાઈ હતી. અકસ્માતમાં દીવાલનો ૫૦ ફૂટ જેટલો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં એરબેગ ખુલી જતા ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં પશુ સંવર્ધન કેન્દ્રને રૂ. ૯૦ હજારનું નુકશાન થયં હતું. આ મામલે કાર ચાલક વિરૂદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અમદાવાદ-મહેસાણા હાઇવે પર પસાર થઈ રહેલી ગાડીના ચાલકે નુગર નજીક ગાડી પરથી કાબુ ખોઈ બેસતા ગાડી રોડની સાઈડમાં પશુ સંવર્ધન કેન્દ્રની દીવાલમાં ધડાકા ભેર ઘુસી ગઈ હતી. અકસ્માતમાં દીવાલ સાથે અથડાયા બાદ અવાજ આવતા આસપાસના લોકો આવી જતા ગાડીમાં સવાર ડ્રાઇવરને બહાર નીકળવામાં આવ્યો હતો, જાે કે દીવાલને મોટું નુકસાન થયું હતું.