વલસાડ
વાપી તરફથી ડુંગરી તરફ જતા એક બાઈક નંબર જીજે-૧૫-એજી-૭૨૨૩ને અજાણ્યા ટેમ્પો ચાલકે અડફેટે લઈ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં ટેમ્પાનું ટાયર બાઈક ચાલકના માથા ઉપર ફરી વળતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ ઘટનાની જાણ કરી હતી. ૧૦૮ ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચેક કરતા બાઈક ચાલકનું અકસ્માતમાં ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હોવાનું સામે આવ્યુ હતું. વલસાડ રૂરલ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જાે લઇ હાઈવે ઉપર જામ થયેલો ટ્રાફિક સામાન્ય કરવાના પ્રયાસ હાથ ધર્યો હતો. સ્થાનિક વાહન ચાલકોએ બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું ન હોવાથી અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે હાઇવે ઉપર બાઈક અને મોપેડ ચલાવતા વાહન ચાલકોને હેલ્મેટ પહેરી વાહન ચલાવવા અપીલ કરી છે.વાપી તરફથી ડુંગરી તરફ જતા અજાણ્યા બાઇક ચાલકને સુગર ફેક્ટરી વાંકી નદીના બ્રિજ પાસે ટેમ્પો ચાલકે અડફેટે લેતાં અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાને લઈને હાઈવે ઉપરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. વલસાડ રૂરલ પોલીસે લાશનો કબ્જાે લઇ આગળની તપાસ હાથ ધરી છે.
